ખેલ મહાકુંભમા પારુલ યુનિવર્સિટી નો આર્યન પાટીલ ફર્સ્ટ રેન્ક સાથે વિજેતા થયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા શહેર ,જિલ્લા ખેલ મહાકુંભનું રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગન સાથે રાજ્ય સરકાર ની સ્પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં પારુલ યુનિવર્સિટીના પારુલ પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટના કોમ્પ્યુટર ડિપ્લોમા અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ ઓપન કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેડલ વિજેતા થયો તેને યુનિવર્સિટી તરફથી જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ હતું તેઓના પ્રિન્સિપાલ જતીન વૈદ સરના માર્ગદર્શનથી આ શક્ય બન્યું હતું આર્યન કરાટેમાં બ્લેકબેલ્ટ ની ડિગ્રી ધરાવે છે આ અગાઉ પણ આર્યન પાટીલે આંતરરાષ્ટ્રીય ,રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ઘણા બધા ગોલ્ડ મેડલ જીતી તેના માતા પિતા , પાટીલ સમાજ તેમજ યુનિવર્સિટી ને ગૌરવ અપાવેલ હતું આર્યન પાટીલ પ્રતિક કરાટે એકેડેમીમાં પ્રતીક સિંઘાનિયા સર તથા અનુપ સર જોડે કરાટેની ટ્રેનિંગ લે છે હવે પછી તમામ જિલ્લાના ફર્સ્ટ અને સેકન્ડ રેન્કમાં જીતેલ ખેલાડીઓનું આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ની રાજ્ય કક્ષાની સ્પર્ધા રાખવામાં આવશે તેમાં વિજેતા થયેલ ખેલાડી ખેલ મહાકુંભ રાજ્યકક્ષાનો વિજેતા ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here