જીલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કેવડી ખાતે કરશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી તા.૫ જુનના રોજ છોટાઉદેપુર જીલ્લાના ખ્યાતનામ ઇકો ટુરીઝમ સેન્ટર કેવડી ખાતે વિધાનસભાના નાયબ દંડકની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિન પહેલા એક મહિનો પર્યાવરણ જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જંગલ ખાતા દ્વારા એક મહિના દરમિયાન પર્યાવરણને લગતી વિવિધ પ્રવુતીઓ જેવી કે પ્લાસ્ટિકના ઉપયોગની ગંભીર અસરો, પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે અપીલ, વૃક્ષારોપણ, કચરો ન ફેંકવા માટે જાગૃતિ સાયકલ રેલી, વિવિધ પોસ્ટોરો-સ્લોગન દ્વારા જનજાગૃતિ જેવા વિવિધ કાર્યક્રમો મહિના દરમિયાન યોજવામાં આવ્યા હતા. આ વખતે રાજ્ય કક્ષાનો પર્યાવરણ દિન અંબાજી ખાતે થનારો છે તેની સાથે સાથે જીલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કેવડી ખાતે કરવામાં આવશે જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઇ સોલંકી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે જેમાં મ.સા યુનીવર્સીટીના
પર્યાવરણવિદ પર્યાવરણ જાગૃતિ વિષે વાત કરશે પર્યાવરણને લગતી ફિલ્મ બતાવવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીનો સંદેશો લાઇવ સાંભળવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદા અને પર્યાવરણના ભંડારોથી અખૂટ છે અને અહીં ૩૪૩ જેટલી સહભાગી વનવાસી મંડળીઓ કાર્યરત છે જેમને સામીલ કરીને વન સરક્ષકની કચેરી દ્વારા વિવિધ આયોજનો કરેલ છે. તેમજ ર૧ જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે. એક મહિનાના પર્યાવરણ જાગૃતિ અભિયાન દરમિયાન સ્કૂલો, દવાખાનાઓ, નર્સરી, આંગણવાડીઓ, જાહેર સ્થળોએ સફાઈ અભિયાન અને પર્યાવરણ બચાવવા માટે વિવિધ અભિયાન કરવામાં આવ્યા હતા તેમજ નાગરિકોને પર્યાવરણને બચાવવા તેમજ તેનું જતન કરવા માટે શપથ લેવડાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here