છોટા ઉદેપુર તાલુકાના રાણીખેડા ગામે ૧૧ વર્ષની બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટા ઉદેપુર તાલુકામા આવેલ રાણીખેડા ગામે ગત રોજ તા.૫-૮-૨૩ ના રોજ સાંજે ૮ .૦૦ વાગ્યાં ની આસપાસ પોતાના ઘરે લેસન કરતી ૧૧ વર્ષ ની બાળકી પર દીપડા એ અચાનક હુમલો કરતા ચકચાર મચી ગયો હતો. જ્યારે ગામ લોકો માં ફફળાટ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર તાલુકાનાં ડોલરિયા ફોરેસ્ટ રેન્જ ના રાણીખેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા જનીયા ભાઇ રાઠવા ની પુત્રી કિંજલબેન રાઠવા ઉ. વ.૧૧ વર્ષ ની બાળકી પોતાના ઘરમાં લેસન કરી રહી હતી. ઘર ના સભ્યો પણ ઘરમાં હાજર હતા. તે સમયે કિંજલ અચાનક ઉભી થઈ ઘરના દરવાજા તરફ જતા દીપડો અચાનક આવી ગયો હતો અને ૧૧ વર્ષ ની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. અને દીપડો હુમલો કરી દસ મીટર સુધી બાળકી ને ઢસડી ગયો હતો. અને છોડી ને નાસી ગયો હતો. બાળકી ની ચીસો સાંભળી ઘરના સભ્યો તથા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા સદર ઘટનાની જાણ વન વિભાગ ને કરતાં વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સદર ઘટના બનતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક ૧૦૮ બોલાવી કિંજલ ને ઝોઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવા માં આવી હતી. માથા ના ભાગે ગંભીર ઈજાઓ જણાતા છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વધું સારવાર અર્થે લાવવામાં આવી હતી. ત્યાર બાદ વધું સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા જાણવા મળ્યાં મુજબ હુમલાખોર દિપડાને પકડવા માટે પીંજરું પણ મુકવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here