વેજલપુર પોલીસે વેગેનઆર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક બુટલેગરને ઝડપી પાડયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર પોલીસે બાતમીનાં આધારે ખરસાલીયા ચોકડી પાસેથી નીકળી વેજલપુર તરફ જતી જીજે-૯-એ.જી ૯૮૩૨ નંબરની વેગનઆર ગાડી મા વિદેશી દારૂ ભરી નિયમિત રીતે વેજલપુર તરફ આવજા કરે છે અને હાલ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ એજ ગાડીમા વેજલપુર તરફ આવનાર છે જે બાતમી આધારે પોલીસે ખરસાલીયા પાસે વોચ ગોઠવવમાં આવી જે બાતમી મુજબ ની કાર ને રોકી તપાસ કરતા રૂ.૨૫,૪૨૫/- વિદેશી દારુ તેમજ એક મોબાઇલ કિંમત ૫૦૦૦/ અને ૨,૦૦,૦૦૦/- ની વેગનઆર ગાડી મળી ૨,૩૦,૪૨૫- રૂ.નાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વેજલપુર પોલીસ દ્વારા પુછપરછ કરતાં લુણાવાડા તાલુકાના સુતરી ગામે રહેતો નીતીનકુમાર ભુરાભાઈ હજુરી પોતાના કબજાની વેગન આર ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો લુણાવાડા તરફથી જથ્થો ભરી બેઢીયા ગામના યોગેશકુમાર નરવતસિંહ ચૌહાણ આપવા જતા ખરસાલીયા ચોકડી તરફ આવતા હોવાની હકીકત ખુલતા વેજલપુર પોલીસે વિદેશી દારૂ ની ૯ અને બીયર ની ૬૦ બોટલો જેની કિંમત રૂ.૨૫,૪૨૫/-નો દારૂનો જથ્થા
સાથે પોલિસે એક મોબાઇલ જેની કિંમત ૫૦૦૦/ અને ૨,૦૦,૦૦૦/-ની વેગનઆર ગાડી મળી કુલ રૂ. ૨,૩૦,૪૨૫/- નાં મુદ્દામાલ સાથે બે આરોપી સામે પ્રોહીબિશન નાં ગુના હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જથ્થો મંગાવનાર અન્ય એક બુટલેગર ને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here