છોટાઉદેપુર પંથકમાં ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરમાં ધમધોકાર ચાલતો ડોળોમાઈટ ઉદ્યોગ હાલ ઓક્સિજન ઉપર આવી ગયો

મંદી નો મારો છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જેમાં ખાણ માંથી પથ્થર લાવી ફેકટરીમાં તેને પીસી દેશના રાજ્ય તથા પર રાજ્યમાં સપ્લાય થાય છે. અને આ ઉદ્યોગના સહારે હજારો મજૂરોનું ગુજરાન ચાલે છે. પરંતુ છોટાઉદેપુર નો ડોળોમાઈટ ઉદ્યોગ મોરબી ખાતે ઘણી ફેકટરીઓ બંધ થઈ જતા તેની ડિમાન્ડ અને મોનોપોલી ઉપર અસર થઈ હોય તેમ લાગી રહ્યું છે. હાલ રાજ્ય તથા પર રાજ્યમાં આ ડોળોમાઈટ પાઉડર સપ્લાય થાય છે. પરંતુ ભૂતકાળમાં આજથી 8 વર્ષ પહેલાં જે ડોળોમાઈટ નો ધંધો ધમધોકાર ચાલતો હતો એ હવે હાલ ઓક્સિજન ઉપર હોય તેમ જણાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલતી ડોળોમાઈટ ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અગાઉના સમય કરતાં 75 %ઓછા આવતા હોય જેથી જે કારખાના 2 પાલી ચાલતા હતા તેની જગ્યાએ એક પાલી પણ ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા છે. ઘણા આદિવાસી મજૂરો મહુડા વીણવા જતા રહે છે. જ્યારે ઘણા ડોલી વિણવા જંગલોમાં જતા રહે છે. જ્યારે એક તરફ આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં ભારે લગન સિઝન હોય જેથી મજૂરોની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે કારખાના કેમ કેમ ચલાવવા એ એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન મિલ માલિકોને સતાવી રહ્યો છે.
છોટાઉદેપુર પંથકમાં ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ માં છેલ્લા 4 વર્ષથી ભારે મંદીની ચપેટમાં જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારી બીજી તરફ મંદીનો મારે વેપારીઓની તથા મિલ માલિકોની કમર તોડી નાખી છે. હાલ ઓર્ડર પણ નથી. જ્યારે લગ્ન સિઝન ચાલતી હોય જરૂર કરતાં 75% મજૂરો પણ આવતા નથી. જ્યારે લગ્નો અને તહેવારો અને ખેતી પૂર્ણ થઈ જતા મોટા ભાગના મજૂરો મજૂરી અર્થે રાજ્યના ઘણા મોટા શહેરો તથા પર રાજ્યમાં જતા રહે છે. જેથી મજૂરોના અભાવને કારણે ડોલોમાઈટ ઉદ્યોગ જોઈએ તેમ ચાલતો નથી. છોટાઉદેપુર પંથકમાં રોજગારીનો અભાવ હોય જ્યારે મોંઘવારી ને પોહચી વળવા અને ઘરનું ગુજરાન ચલાવવા ગરીબ આદિવાસી મજૂર વધુ નાણાં કમાવવા પર રાજ્યમાં હિજરત કરતો હોય છે. જેના કારણે આદિવાસી પંથકમાં મજૂરી અર્થે રાજ્ય તથા પર રાજ્યમાં જતા રહેતા હોય જેને કારણે ડોલોમાઈટ મિલોમાં મજૂરોનો અભાવ વર્તાઈ રહ્યો છે. તેની સીધી અસર પ્રોડક્શન ઉપર પણ જોવા મળી રહી છે. હાલમાં મજૂરો ન આવતા 75% ડોલોમાઈટ પાઉડરનું પ્રોડક્શન પણ ઓછું થઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જી આઈ ડી સી મંજુર થઈ ગઈ છે. પરંતુ તેની કામગીરી વહેલી તકે શરૂ થાય અને સ્થાપના થાય તે અત્યંત જરૂરી છે. જેથી રોજગારી ઘરે બેઠા મળી રહે જે અંગે રાજકીય નેતાઓ જી આઈ ડીસીની સ્થાપના ઝડપી થાય તેમ પ્રયત્ન કરે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી રમાકાંતભઈ ધોબીએ જણાવ્યું હતું કે હાલ લગ્ન સિઝન ફૂલ બહારમાં ચાલતી હોય અને મહુડા ની તથા ડોળીની સિઝન હોય જેથી મજૂરો આવતા નથી ઘણા લગ્નમાં વ્યસ્ત છે. જ્યારે ઘણા ડોળી તથા મહુડા વીણવા જતા રહે છે. જેના કારણે કારખાના એક પાલી ચલાવવા પણ મુશ્કેલ છે. હાલ મજૂરોના અભાવે ડિમાન્ડ કરતા 75 % માલનું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે. જી આઈ ડી સી નો તાત્કાલિક નિર્ણય આવે તેવુ કઈ ગોઠવાય એ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here