શહેરા- તાલુકાના તાડવા પાસેથી સફેદ પથ્થર ભરેલી ટ્રક ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં સફેદ પથ્થરનુ ખનન મોટી માત્રામા થઈ રહ્યુ છે. થોડા દિવસો પહેલા ધામણોદ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને ખનન કરતા વાહનો ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી. ત્યારે વધુ એક સફેદ પથ્થર ભરેલી ટ્રક તાડવા ગામ પાસેથી ઝડપી પાડવામા આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
શહેરા તાલુકામાં આવેલા ગણા વિસ્તારોમા મોટી સંખ્યામાં સફેદ પથ્થરો નીકળતા હોય છે.જેના કારણે ખનીજનુ ગેરકાયદેસર વહન કરનારાઓને મજા પડી જતી હોય છે.તેઓ ખાસ કરીને સાંજના સમયે સફેદ પથ્થરો ગેરકાયેદસર રીતે થતી હોય છે. રાત્રીના સમયે હેરાફેરી કરવાથી કોઈના ધ્યાનમાં ન આવતુ હોવાથી આ સમયમાં વધારે હેરાફેરી થાય છે.હજી તો ધામણોદ ગામે સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડાયાની શાહી સુકાઈ નથી ત્યા ફરી તંત્ર દ્વારા શહેરા તાલુકાના તાડવા પાસે સફેદ પથ્થર ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
નોધનીય છે કે શહેરા તાલુકામા મોટી માત્રામા સફેદ પથ્થર નીકળે છે .ત્યારે આ ગેરકાયદેસર રીતે ખનન થાય છે. ત્યારે તંત્ર દ્વારા આ ખનન અટકાવવુ તંત્ર દ્વારા જરુરી બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here