છોટાઉદેપુર નગરમાં શાકભાજીના ઢગલા અને કચરાના ઢગલા વચ્ચે પડેલ પ્લાસ્ટિક માનવી તથા પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં શાકભાજીના ઢગલા અને કચરાના ઢગલા વચ્ચે પડેલ પ્લાસ્ટિક માનવી તથા પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય જે દૂર કરવામાં તંત્ર ભારે નિષ્ફળ રહ્યું છે સ્વચ્છતા જાણે છોટાઉદેપુરમાં જોવા મળતીજ નથી જ્યારે તંત્રના નાક નીચે ખુલ્લેઆમ પ્લાસ્ટિક વેચાતું જોવા મળી રહ્યો છે પ્લાસ્ટિકની થેલીઓ માનવી તથા પશુના આરોગ્ય માટે ભારે હાનિકારક હોય છે નગરમાં આવેલ બજાર શાકભાજી માર્કેટ ભરાય છે તે જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પણ જોવા મળી રહી છે પ્લાસ્ટિક માંથી મુક્તિ મળી હોય તેમ જણાતું નથી અને એક ગાય શાકભાજીના ડગલા માં પડેલી પ્લાસ્ટિક ખાવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે પશુના સ્વાસ્થ્ય પર અસર થાય તો નવાઈ નહીં છોટાઉદેપુરના બજારોમાં ખુલ્લેઆમ વેચાતા પ્લાસ્ટિક ઉપર તંત્ર દ્વારા નિયંત્રણ લાવવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here