છોટાઉદેપુરના પુનિયાવાટ ખાતે ફરજ બજાવતા શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો… ઘોડા પર બેસાડી ડીજે અને ઢોલ નગારા સાથે શિક્ષકની વિદાઇ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ નાના ફળિયા પ્રાથમિક શાળામાં 38 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને એક વર્ષ તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી રહી ચૂકેલા ધનેશભાઈ રણછોડભાઈ વણકર વય મર્યાદા ને કારણે નિવૃત થવાના હોય જેઓનો સન્માન અને વિદાય સમારોહ તારીખ 9/4/24ના રોજ તેઓની શાળા પુનિયાવાટ ખાતે રાખવામાં આવ્યો હોય જેઓને ભારે માન સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શિક્ષક ધનેશભાઈને ઢોલ નગારા સાથે ઘોડા ઉપર બેસાડી વિદાય આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના પુનિયાવાટ ગામ ખાતે શાળામાં 38 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક ધનેશભાઈ વણકર નિવૃત્ત થવાના હોય જેઓને અલગ ઢલગ રીતે વિદાય આપવામાં આવી હતી ઘોડા પર બેસાડી ઢોલ નગારા સાથે આદિવાસીઓ દ્વારા નાચગાન કરી પુષ્પગુચ્છ અને વિવિધ સ્મૃતિ ચિન્હો અર્પણ કરી વિદાય સમારોહ યોજાયો હતો. જે કાર્યક્રમમાં સરપંચ રાજુભાઈ રાઠવા, શિક્ષણ સંઘના મહામંત્રી અવિનાશભાઈ રાઠવા, છગનભાઈ વણકર, દીપકભાઈ વાઘેલા, તેમજ સમાજના આગેવાનો ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા ગ્રામજનો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here