છોટાઉદેપુર નગરમાં બજારો બંધ કરાવી દેતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો સવારથી ધંધો બંધ રહેતા વેપારીઓ અટવાયા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર નગરની મુલાકાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા. છોટાઉદેપુરની આકસ્મિક મુલાકાતે આવતા જિલ્લાનું તમામ વહીવટી તંત્ર જોર શોરથી કામે લાગી ગયું હતું. જ્યારે નગરના મુખ્ય બજારો બંધ રાખવામાં આવતા વેપારીઓ સવારથી દુકાન ખોલી શક્યા ન હતા. અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ વરસાદને કારણે મંદીનો માહોલ બીજીબતરફ તંત્ર દ્વારા બજાર બંધ રાખવામાં આવતા ધંધો બંધ રહેતા વેપારીઓ અટવાઈ ગયા હતા. અને અંદરો અંદર વિરોધાભાસ ફેલાયો હોય તેવી ચર્ચાઓ ચાલતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી આજરોજ તા 11/8/23ના રોજ આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર નગરના દરબારહોલ ખાતે કાર્યક્રમ રાખ્યો હોય અને નગરની મધ્યમાંથી દરબાર હોલ ખાતે જવા મુખ્યમંત્રી નો કાફલો પસાર થવાનો હોય જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નગરના મુખ્ય બજારમાં આવેલી દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી. જ્યારે તમામ દુકાનો બંધ રહેતા વેપારીઓનો દિવસ બગડ્યો હતો અને અટવાઈ ગયા હતા. બજારો જડબે સલાક બંધ રહેતા જીવન જરૂરિયાતી વસ્તુ ખરીદવા અર્થે આવતા ગ્રાહકોએ પણ પાછા ફરવાનો વારો આવ્યો હતો અને જે અંગેનો વાર્તાલાપ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.

ચાલતી ચર્ચાઓ પ્રમામાણે કાર્યક્રમ ગામની બહાર સ્વામિનારાયણ હોલ ખાતે રાખ્યો હોય ઘણા સરકારી કાર્યક્રમો પણ સ્વામિનારાયણ હોલ ખાતે થતા હોય છે. સરકારી હોત તો આમ જનતાને અટવાવવું પડતું નહિ. અને ધંધા રોજગાર ચાલુ રહેતા આજરોજ મુખ્ય બજારો બંધ રહેતા ધંધો ન થતા વેપારીઓને લાખોનું નુકસાન ગયું હતું. તેમ વેપારીઓ જણાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here