છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોમાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય સંસ્કૃતિ મુજબ દેશમાં ઉજવાતા શ્રાવણ માસના પૂર્ણિમાના રોજ ઉજવાતા રક્ષાબંધન પર્વ જે ભાઈ બહેનના પવિત્ર બંધન ના નામથી જાણીતો છે આજના દિવસે બહેન પોતાના ભાઈની હાથે રક્ષા કવચ બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે અને ભાઈ પણ આ દિવસે પોતાની બહેનની રક્ષા માટે વચન આપતા હોય છે દેશભરમાં ઉજવાતો રક્ષાબંધન પર્વ છોટાઉદેપુર નગરમાં પણ હર્ષ ઉલ્લાસ થી ઉજવવા આવ્યો બહેનો પોતાના ભાઈઓના હાથે રાખડી બાંધવાતા જોવા મળ્યા હતા
ભાઇ બહેન ના પવિત્ર સંબંધ ની મહત્વતા સમજાવતો રક્ષબંધન પર્વ નિમિત્તે સવાર થી જ બહેનો એ પોતાનાં વિરા માટે રાખડી તેમજ મીઠાઈ તેમજ પૂજાની થાળી લઈને પોતાના ભાઈના ઘરે જતી જોવા મળી હતી . ભાઇ બહેન ના આ પવિત્ર તહેવાર ને ઉજવવા ભાઇ બહેનો માં ખુબજ ઉત્સાહ જણાતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here