નસવાડી : સંખેડા તાલુકાના ગામમાં બે બાળકોની માતાના વ્હારે આવ્યું 181 મહિલા હેલ્પલાઇન

સંખેડા,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પતિ ના લગ્નેત્તર સંબંધ થી હેરાન થતા પરણિતા ની મદદે અભયમ 181મહીલા હેલ્પ લાઇન છોટા ઉદેપુર

સંખેડા નજીક ના ગામ ની બે બાળકો ની માતા એ પતિ ના અન્ય સ્ત્રી સાથે ના સબંધો થી મુક્તિ મેળવવા 181મહીલા હેલ્પ લાઇન મા કૉલ કરી પોતાની આપવીતી જણાવી હતી જેથી છોટાઉદેપુર સ્થિત અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલિક પહોચી પરણિતા ને આશ્વાશન આપેલા તેઓ લાંબા સમય થી શારીરિક માનસિક અત્યાચાર નો ભોગ બનતા આવ્યા છે જેથી પતિ વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા રજૂઆત કરવામા આવેલ છે.
સંખેડા તાલુકાના ગામમાં પતિ મારપીટ કરી હેરાન કરતા હોવાથી તેમણે 181 મહીલા હેલ્પ લાઇન પર કોલ કરી મદદ માગીહતી.ટીમ સ્થળ પર પોહ્ચી કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ છે કે પરણિતા નામે ઉષાબેન ના પતિ નું બીજી મહિલા સાથે સબધ ધરાવે છે જેનો વિરોધ કરતાં તેઓ નશો કરી અવાર નવાર મારપીટ કરતા અને ઘરમાંથી બહાર કાઢી મુક્તા. આવી રીતે ને ઘણા સમય થી ઉષાબેન અત્યાચાર સહન કરતાં હતા.તેમનાં પતિ ઘરે નાસાની હાલત મા આવી જમવાનું તેમજ ઘરમાં વસ્તુ ને નુક્શાન કરતા.બાળકો પણ અપશબ્દો બોલતા.ઘણા સમય થી આ રીતે હેરાન થતા હોઈ તેઓ એ 181મહીલા હેલ્પ લાઇનની મદદ લીધેલ છે.અભયમ ટીમ સ્થળ પર પોહ્ચતા પતિ ઘરે થી ભાગી ગયા હતા. પરંતુ ઉષાબેન ને આ સમસ્યા માથી ઉગારવા જરુરી મદદ કરવામા આવશે તેમ આશ્વાશન અને હિમ્મત આપવામા આવેલ ઉંડાણપુર્વક ઉષાબેન ને પોતાના તથા બાળકો ના જીવ નું જોખમ જણાતા અને કાયમી અત્યાચાર માંથી મુક્ત કરવા જરુરી હતા આ માટે તેઓ એ પતિ વિરૂદ્ધ અરજી કરવા માગતાં હતા.જેથી સંખેડા પોલીસ સ્ટેશન મા અરજી અપાવેલ છે આગળ ની કાયૅવાહી પોલીસ હેથળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here