છોટાઉદેપુર તાલુકાના ગમાંણ ફળિયા ખાતે આવેલ ડેમમાંથી 16 વર્ષના કિશોરની લાશ મળી આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકામાં ગમાણ ફળિયા ખાતે આવેલ ડેમમાં તારીખ 12/ 11/ 23 ના બપોરના બે કલાકથી તારીખ 15/ 11 /23 ના દરમિયાન 16 વર્ષના કિશોર મુકેશભાઈ અરવિંદભાઈ રાઠવા રહેવાસી ઝોઝ પુજાર ફળિયા લાશ મળી આવી હતી જે અંગે છોટાઉદેપુર વિસ્તારના ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી કલમ 174 મુજબ ગુનો નોંધાયો હતો

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગમન ફળિયા ખાતે 16 વર્ષના કિશોર મુકેશ ની લાશ પાણીમાં થતી જોવા મળી હતી મુકેશભાઈ અરવિંદભાઈ રાઠવા ગઈ 12/ 11/ 23 ના રોજ બે કલાકે ઘરેથી સુરેશભાઈ લેમજીભાઇ રાઠવા રહેવાસી ઝોઝ બામણ ફળીયા તાલુકો જીલ્લો છોટાઉદેપુર સાથે મોટરસાયકલ પર બેસી ઘરે થી ગયેલ જે તારીખ 15/ 11/ 23 ના 10:30 વાગ્યાના સમય ગમન ફળિયા બાજુ આવેલ ડેમના પાણીમાંથી મરણ હાલતમાં મળી આવ્યા હતા કિશોરની લાશ મળી આવતા અને તર્ક વિતર્કો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here