છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભંગારની હાટડીમાં બિયર તથા દારૂની ખાલી બોટલોના ઢગલા…!! લોકોમાં અનેક તર્ક વિતર્કો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભંગારની સાથે પ્રતિબંધિત દારૂ-બિયરની અધધધ… ખાલી બોટલો ક્યાંથી આવી હશે…!!? દારૂ-બિયરની ખાલી બોટલો ગાંધીના ગુજરાતમાં શંકાસ્પદ રીતે નજરે ચઢતા આવા દ્રશ્યો ગાંધીનું અપમાન કરવા બરાબર…

અવાર નવાર આપણે સાંભળતા હોઈએ છે કે ગુજરાત પોલીસે રાજ્યના વિવિધ નગરોમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપી પાડ્યું છે, પોલીસની આટલી બધી દારૂબંદીની કડકાઈ પછી પણ એ સમજાતું નથી કે ગુજરાતમાં દારુ આવે છે ક્યાંથી..!!? શું ગુજરાત બોર્ડર પર ફરજ બજાવતા નિગેહબાનોને જાણ રેહતી નહીં હોય… કેવી રીતે દારુ ગુજરાતમાં આવ્યા પછી જ પકડાય છે…
આવીજ એક ચોંકાવનારી વિગત છોટાઉદેપુર જિલ્લામાં અનેક વૈધક સવાલો સાથે સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓની ચકડોળો ફરવા લાગી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઝોઝ ગામના પોલીસ સ્ટેશનથી થોડીક જ દુરી પર એક ભંગારની હાટડીમાં દારુની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા હતા, આટલી મોટી સંખ્યામાં દારુની ખાલી બોટલો જોઝ પોલીસ સ્ટેશનની હદમાં આવી કઇ રીતે તે સમજાતું નથી… !! હાલ દિવાળીનો તહેવાર પણ ચાલી રહ્યો છે જેમાં આટલા મોટા પ્રમાણમાં ખાલી દારુની બાટલીઓએ ગુજરાત પોલીસ સામે અનેક સવાલ ઉભા કર્યા છે કે આ ખાલી બોટલો આવી ક્યાં થી..!? અને આ બોટલોનો ઢગલો અહી શું કરી રહ્યો છે..!? તો ઘણા લોકો તો ચર્ચા કરતા નજરે પડ્યા કે ઝોઝ ગામમાં પણ અનધિકૃત રીતે દારુ વેચાઈ રહ્યો છે હવે આ વાતમાં કેટલી હકીકત છે એ તો આ ભંગારમાં આવેલ દારૂની ખાલી બોટલોની તપાસ પછી જ ખબર પડશે.. અને જો ખરેખર ઝોઝ ગામમાં અવેધ રીતે દારુનો વેપાર થઈ રહ્યો હોય તો ઝોઝ પોલીસને આ તમામ બાબત વિશે જાણકારી નથી કે પછી દારૂનો વેપલો કરતા બુટલેગરો પોલીસથી પણ પણ વધુ સતર્ક બની દારૂનું ધૂમ વેચાણ કરતા હશે..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here