છોટાઉદેપુર જીલ્લાના ફળના પાક લેતા ખેડૂતોને સહાય મેળવવા બાબતે આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની “ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ” યોજનાના ઘટકમાં સહાય મેળવવા માટે તા.૧૮/૦૭/૨૦૨૩ થી ૧૭/૦૮/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનામાં આબા જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ/અતિનઘનિષ્ઠ પધ્ધતીથી વાવેતર તથા કેળ પાક ના ટીસ્યુકલ્ચર રોપા ઉપર સહાય સામેલ છે. જે ખેડુત મિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજના માં લાભ લેવા માંગતા હોય તેઓ એ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયતના ઇ-ગ્રામપંચાયત કેન્દ્રમાં VCE મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના ૭,૧૨ અને ૮-અ ના તાજા પુરાવા આધારકાર્ડ, આધારલીન્ક બેન્ક ખાતાની વિગત તેમજ જાતિનો દાખલાની વિગત સાથે લઈ જઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો અરજી કર્યા બાદ દીન-૭માં અત્રેની કચેરીએ રૂબરૂ જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. સહાયનું ધોરણ આ રીતે રહેશે. આંબા પાકમાં કલમ દીઠ રૂ. ૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૦,૦૦૦/-પ્રતિ હેક્ટર અને પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતર પાક તરીકે વાવેતર કરવામાં આવેતો પ્લાંટીંગ મટીરીયલ ખર્ચના ૫૦% લેખે અથવા રૂ. ૧૦,૦૦૦/-પ્રતિહેક્ટર બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવા પાત્ર રહેશે. જામફળના પાકમાં કલમર્ટીસ્યુ રોપા દીઠ રૂ. ૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછુ હોય તે ધ્યાને લઈ રૂ, ૪૪,૦૦૦/-પ્રતિહેક્ટર અને પ્રથમ વર્ષે અન્યબાગાયતી પાકોને આંતર પાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લોટીંગ મટીરીયલ ખર્ચના ૫૦% લેખે અથવા રૂ. ૬,૦૦૦/- પ્રતિહેક્ટર બે માંથી જે ઓછું. હોય તે સહાય મળવા પાત્ર રહેશે. કેળના પાકમાં ટીસ્યુરો પા દીઠ રૂ. ૫/- અથવા થયેલ ખર્ચ પૈકી ધ્યાને લઈ મહત્તમ રૂ.૧૫,૦૦૦/- પ્રતિહેક્ટર બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર થશે. આ અંગે કોઈ પૂછપરછ કરવી હોય તો જીલ્લા સેવા સદનમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here