મોરવા હડફ તાલુકાના બે ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયત ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતીથી પકવેલ શાકભાજીનો સ્ટોલ ઊભો કરાયો

મોરવા (હ) (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

રાજ્યસરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાગવાડા અને માતરીયા વેજમા ગામના બે ખેડૂતો દ્વારા ગોધરા સ્થિત જિલ્લા પંચાયત ખાતે 6પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટેનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ બંને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી પકવેલ શાકભાજીનું વેચાણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા તથા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ દ્વારા સ્ટોલની મુલાકાત લઈને ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here