છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર ગુજકેટની પરીક્ષાને અનુલક્ષીને ‘વિદ્યાર્થી કાઉન્સિલિંગ સેન્ટર’ શરૂ કરાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

નિષ્ણાત શિક્ષકોના નંબર જાહેર કરાયા : મૂંઝવતા પ્રશ્નો બાબતે વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૩૧/૦૩/૨૦૨૪ના રોજ સવારે ૦૯-૩૦ થી સાંજના ૦૪-૦૫ કલાક દરમિયાન ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લામાં “વિદ્યાર્થી કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓમાં ગુજકેટના વિષયોને લગતા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે તથા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર, આત્મવિશ્વાસનો અભાવ,યાદ નથી રહેતું, વાંચવું નથી ગમતું વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આવા સમયે વિદ્યાર્થીઓ પુરા આત્મવિશ્વાસ સાથે નિર્ભય પણે પરીક્ષા આપી શકે તેવા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થી કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિષયના શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે તથા તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે.
ગુજકેટની પરીક્ષા અંગે ગણિત વિષય માટે માર્ગદર્શન મેળવવા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલીના શ્રી
એમ.આર.પટેલનો ૯૯૨૫૩૨૬૮૦૧, કેમેસ્ટ્રી વિષય માટે શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલીના શ્રી એલ.જી.ચૌહાણનો ૯૯૨૪૨૦૨૭૯૧, ફિજીક્સ વિષય માટે શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલીના શ્રી એન.એમ. રાણાનો ૯૯૭૯૦૮૦૫૪૯, જીવવિજ્ઞાન વિષય માટે શ્રી એસ.એફ. હાઈસ્કૂલ, છોટાઉદેપુરના શ્રી અશોક પટેલનો ૯૪૨૬૫૮૮૦૦૮ તથા મનોવિજ્ઞાન વિષય માટે
શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, પાવીજેતપુરના શ્રી એમ. એલ.ઇટવાલાનો ૯૦૯૯૧૦૦૩૬૧ ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને કોઈપણ સમયે મૂંઝવતા કોઈપણ પ્રશ્નો બાબતે શ્રીમતી મણીબેન પટેલ કન્યા વિદ્યાલય, છોટાઉદેપુરના આચાર્ય
શ્રીમતિ શૈલીબેન પંડ્યાનો ૯૪૨૭૩૪૩૭૯૦ તથા સાર્વજનિક કન્યા વિદ્યાલય, સંખેડાના આચાર્ય શ્રીમતિ ગીતાબેન પટેલનો ૯૩૭૭૩૮૩૮૩૭ ઉપર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here