છોટાઉદેપુર જિલ્લામાં મોડેલ સ્કૂલના શિક્ષકોનું વેતન મોડુ ચુકવાતા શિક્ષકો હેરાન…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લામાં મોડેલ સ્કૂલના શિક્ષકો ને મોડો પગાર ચૂકવાતા શિક્ષકો હેરાન પરેશાન થયા છે જેમ કે એમના પરિપત્રમાં પહેલા નંબરે લખવામાં આવ્યું છે કે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ ના પગાર તથા અન્ય ભથ્થાઓનું ચુકવણું જે તે માસના આગામી મહિના ની પાંચ તારીખ સુધીમાં થઈ જાય તે રીતે આયોજન કરવાનું રહેશે આથી પ્રિ ઓડિટ-ઉક્ત દર્શાવેલ તારીખ પહેલા કરવાનું રહેશે આવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે છતાં પણ તંત્રની આંખો બંધ હોવાના કારણે પગાર છેલ્લે એકવીસ તારીખ સુધી થયો નથી અને આના કારણે શિક્ષકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવામાં પણ તકલીફો ઊભી થાય છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લાની મોડેલ સ્કૂલના શિક્ષકોનો પગાર બાર થી પંદર તારીખ સુધીમાં કરી દેવામાં આવે છે પરંતુ આ મહિને એકવીસ તારીખ સુધી પણ પગાર થયો નથી જેના લીધે શિક્ષકો મૂંઝવણ માં મુકાયા હતા જમા વધુ તકલીફ શિક્ષકોના બાળકોના ભણતર પાછળનો જે ખર્ચ છે જેમ કે ટ્યુશન સ્કૂલ ફી વગેરે ભરવામાં તકલીફ થાય છે અને બીજા અન્ય ખર્ચાઓમાં પણ પગાર ન થયેલા હોવાના કારણે પહોંચી વળાતું નથી આ મોડેલ સ્કૂલના શિક્ષકોનો પગાર જ્યાં થઈ ગયો છે તે બરાબર છે પરંતુ જે સ્કૂલો ના શિક્ષકોનો પગાર હજુ સુધી કરવામાં આવેલ નથી એવા શિક્ષકોને પગાર વહેલી તકે મળી જાય તેવી આશા બંધાયેલી છે અને જે મોડેલ સ્કૂલો ના શિક્ષકો ના પગાર હજુ કરવાના બાકી છે તે વહેલી તકે કરે તેવી મોડેલ સ્કૂલના શિક્ષકોની માંગ ઉઠી છે તંત્રને જાણ થાય કે છોટાઉદેપુર જિલ્લાના મોડેલ સ્કૂલના જે સ્કૂલના પગાર બાકી હોય તેનું ચુકવણું વહેલી તકે કરે અને મોડેલ સ્કૂલના શિક્ષકોનું હિત વિચારે અને મોડેલ સ્કૂલના શિક્ષકોનો મૂંઝવણનો અંત આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here