છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક વિભાગના શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જવા મળે અને જિલ્લા ફેરબદલી તથા અરસપરસ બદલીની તક મળે તે માટેની માંગ ઉઠી

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ભાઈ બહેનોને સમગ્ર નોકરી દરમ્યાન પોતાના વતનના જિલ્લામાં જવા મળે તેમાટે બીજીવાર જિલ્લા ફેર બદલી તથા અરસપરસ બદલીની તક મળે તે માટે શિક્ષકો માંગ કરી રહ્યા છે. શિક્ષકો દ્વારા છોટાઉદેપુરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાને લેખિતમાં વિનંતી કરી રજુઆત કરી હતી કે જિલ્લા ફેરબદલી તથા અરસપરસ બદલી અંગે સરકારમાં રજુઆત કરો. ઉમર થતા ઘર પરિવાર નું ધ્યાન રાખવું ધરમાં વૃદ્ધ માતા પિતાને સાચવવા જેવી ઘણી બધી સમસ્યાથી શિક્ષકો ઘેરાયેલા હોય છે. જો. વતનમાં નજીક હોય તો પરિસ્થિતિને પોહચી વળાય તેમ છે. જેના કારણે પોતાના જિલ્લામાં બદલી થાય તો રિટાયરમેન્ટ. સુધી વતનનો લાભ મળે તે અર્થે શિક્ષકો માંગ કરી રહ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે જિલ્લા ફેર બદલીમાં 100 ટકા જિલ્લા ફેરના નિયમ આવતા રાજ્યભરમાં તમામ શિક્ષકો તથા પરિવારમાં ખુશીનો માહોલ છે. કારણકે ઘણા વર્ષોથી વતનમાં જવાની રાહ જોઈ રહેલા શિક્ષકો ચાલુ વર્ષે દરેક જિલ્લાની બધીજ જગ્યા ખોલવામાં આવતા ઘણા બધા વતનના શિક્ષકોને વતનનો જિલ્લાનો લાભ મળી ગયો છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ અંદાજીત 600 જેટલા શિક્ષકો રાજ્યના અન્ય જિલ્લાના છે. ચાલુ વર્ષના કેમ્પમાં તથા અગાઉના વર્ષોમાં થયેલ બદલી કેમ્પમાં ઘણા બધા શિક્ષકોને વતનના જિલ્લામાં જગ્યા ન હોય આજુબાજુના જિલ્લામાં જવા મજબુર થવું પડ્યું હતું. કેમ કે ઘણા બધા શિક્ષકો છેલ્લા 20 થી25 વર્ષથી વતનથી દૂરના જિલ્લાઓમાં 500 થી 600 કિલોમીટર દૂર નોકરી કરતા હોય પરિવાર તથા સામાજિક જવાબદારીઓમાંથી અવરજવર કરવું મુશકેલ બને છે. વતનથી 200 થી 250 કિલોમીટર દૂર જિલ્લામાં બદલી કરાવેલ છે. આવા શિક્ષક મિત્રોની ફરીથી જિલ્લા ફેર બદલી તથા જિલ્લા અરસપરસ બદલીની બીજી વાર તક મળે તો તેઓ ભવિષ્યમાં પોતાના વતન જિલ્લામાં જઇ શકે.
સરકટના જુના બદલીના નિયમોમાં 20% એક તરફી તથા 20%અગ્રતા ક્રમમાં જિલ્લા ફેર બદલી થતી હતી. જેથી પોતાના વતનના જિલ્લામાં સમગ્ર સેવાકાળ દરમ્યાન પોતાની સેવા પૂર્ણ થાય ત્યાં સુધી બદલીની કોઈ તક ન હતી . જ્યારે બદલીના નવા નિયમ 100% જિલ્લા ફેર બદલી આવતા વતનના જિલ્લામાં જવાની તક મળે તેમ છે. તો બીજીવાર જિલ્લા ફેર બદલી તથા જિલ્લા અરસ પરસ બદલીનો લાભ મળે તે માટે ઊચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવે તેવી માંગ છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સમક્ષ શિક્ષકોએ કરી છે. સાથે સાથે મીડિયા સમક્ષ પણ રજુઆત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here