છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિક્ષકોને પોતાના ગ્રુપ લેવલે કોવિડ વેકસીન આપવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર)
ઈમ્તિયાઝ મેમણ

કોરાના મહામારીથી જ્યારે સમગ્ર વિશ્વ અસરગ્રસ્ત બન્યું છે ત્યારે ભારત સરકારે સ્વદેશી કોવિડ ૧૯ વેકસીનની શોધ કરી છે .આ વેકસીનનો લાભ સૌ પ્રથમ ફ્રન્ટલાઈન વોરીયર્સને આપવામાં આવી રહી છે જે મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ એલ પવારના પત્ર અનુષંધાને આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિક્ષકોને પોતાના ગ્રુપ લેવલે કોવિડ વેકસીન આપવામાં આવી હતી જેમાં બોડેલી તાલુકામાં આરોગ્ય ખાતાની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ ૧૭ જેટલા ગૃપોમાં પહોંચી સૌ શિક્ષકોને કોવિડ વેકશીન આપવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રા શિક્ષણાધિકારી એસ એલ પવારએ બોડેલી ગ્રુપમાં આકસ્મિક મુકલાત લઈને વ્યવસ્થાની ચકાસણી કરી અને વેકસીનેસન બાબતે સૌ શિક્ષકોને માહિતગાર કર્યા અને વેકસીનેશન માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા જેથી શિક્ષકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બોડલી તાલુકામાં 760 થી વધુ શિક્ષકોએ આજે વેકસીનેશનનો લાભ લીધો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રદીપભાઈ પટેલ , બીઆરસી વિશાલ પંડ્યા ,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદિપ જયસ્વાલ ,મહામંત્રી મુસ્તાક મન્સૂરી અને તાલુકા જિલ્લા સંઘના હોદ્દેદારો દ્વારા પ્રથમ કોવિડ વેકસીન લઈને તાલુકાના શિક્ષકોને વેકસીન મુકવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સૌ શિક્ષકોનો ઉત્સાહ જોઈને સૌને અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here