છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રાજપૂત સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરવા મામલે મીટીંગ યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજની બોડેલી રાજપૂત સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરવા મામલે મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો,યુવાનો સહિત મહીલાઓ હાજર રહ્યા હતા સમાજ દ્વારા રાજપૂત સમાજની વાડીએથી રેલી કાઢી અલીપુરા સકૅલ પર રૂપાલા વિરુદ્ધ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ બોડેલીના અલીપુરા ખાતે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ક્ષત્રિયો દ્વારા વિરોધ કાયૅક્રમો જારી છે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મધ્યસ્થ કાર્યાલય બોડેલી ખાતે ભાજપા કાયૅકતૉ સંમેલન કાયૅક્રમ હોય બોડેલીમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા અલીપુર ચોકડી પર કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ૫૦થી વધુ યુવાનો અને મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ક્ષત્રિય સમાજના યુવાનો, દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા ક્ષત્રિય રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં નારેબાજી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો ક્ષત્રિય સમાજનો વિરોધ જોઈને પોલીસે ૫૦થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી (ફોટો વિગત): બોડેલી ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરવા મામલે મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો સહિત મહીલાઓ હાજર રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે ૫૦થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here