છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમા આઈ સી ડી એસ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો ને તાલીમ અપાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા સ્ટેટ કોરડીનેટર દેવેન્દ્ર શુક્લા, ડિવિઝનલ કોરડીનેટર કિશોર શર્મા, આંગણવાડી કાર્યકર બહેનો, તમામ સુપરવાઇઝર સીડીપીઓ સ્ટાફ ની હાજરીમાં ફોરટિફાઇડ ચોખા તેમજ ફોરટીફાઇડ મીઠાની તાલીમ રાખવામાં આવી જેમાં ફોરટીફાઇડ ચોખામાં કયા કયા વિટામિન્સ છે તેમજ ચોખા કેવી રીતે બને છે, ચોખાનો ઉપયોગ કઈ રીતે કરવો તેના ફાયદા શું શું છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવી આ ઉપરાંત ડબલ ફોરટીફાઇડ મીઠું જેમાં સત્વ, પોષક અને કલ્પતરુ નામના મીઠા તરીકે ઓળખવામાં આવે છે જે સસ્તા અનાજની દુકાન પર મળે છે તો તેની પણ વિગતવાર સમજૂતી આપવામાં આવી ડબલ ફોરટીફાઇડ મીઠામાં આયન તેમજ આયોડિન યુક્ત મીઠું છે તેમજ મીનરલસ નો પણ ઉમેરો કરવામાં આવેલો છે જેમાં તેનો પણ કઈ રીતે ઉપયોગ કરવો તેના ફાયદા કયા કયા છે અને તે કુપોષણને દૂર કરવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં બોડેલી તાલુકા ૧૬૦ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી સમજૂતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here