બોડેલી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા… મુખ્ય અને બ્રાન્ચ કેનલમાં પડેલા ગાબડાના સમારકામ માટે તંત્ર નીરસ

બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી :-

નર્મદા યોજનાની મુખ્ય કેનાલ સહિત બ્રાન્ચ અને માઈનોર કેનાલો માં મોટા ગાબડાં ઘણા સમય થી પડેલા જોવા મળી રહ્યા છે, છતાં તંત્ર પાસે આવા ગાબડાં નુ સમારકામ કરવા માટે ની જાણે કોઈ યોજના ન હોય તેમ કામ થતું નથી.
સરદાર ડેમ થી કેનાલો દ્વારા પાણી છેક કચ્છ સુધી તો ખેતરો સુધી જઈ રહ્યું છે,પણ કેનાલો ની યોગ્ય સાફ સફાઈ કે મરામત ના અભાવે પાણી ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં મળતું નથી. જ્યારે મોટી અને બ્રાન્ચ કેનાલો માં ગાબડાં ક્યારેક મોટું નુકશાન કરે તે પહેલા તેનું સમારકામ જરૂરી છે.
પહેલા કેનાલમાં તિરાડ પણ પડે તો તંત્ર ગંભીરતા લેતું પણ હવે ગાબડાંની દરકાર લેવાતી નથી. નર્મદા નિગમ દ્વારા આવા ગાબડાં પ્રત્યે થઈ રહેલી ઘોર ઉપેક્ષા જોખમ રૂપ બની શકે છે. મુખ્ય કેનાલ સહિત બ્રાન્ચ માઇનોર કેનાલોમાં મોટા ગાબડા આગળ જતા જોખમ રૂપ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here