છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં 37 પ્રજાતિ ના 1874 પક્ષીઓ વન વિભાગ દ્વારા નોંધાયા..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

25 ડિસેમ્બર ના રોજ પાવી જેતપુર તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા યાયાવર પક્ષીની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં 37 પ્રજાતિના કુલ 1874 જેટલા પક્ષીઓ નોંધાયા હતા છોટાઉદેપુર જિલ્લો અને તેમાં પાવીજેતપુર તાલુકો વન્યજીવો અને પક્ષી એનું સમુદ્ર છે અહીં વિવિધ જળાવ વિસ્તાર આવેલ છે પાવીજેતપુર વિસ્તારમાં આવેલ સુખી ડેમ જળ સ્ત્રોત તેમજ ઓરસંગ નદી ભારત અને સુખી નદી કાઠે તથા ભાભર ડેમ વગેરે જેવા પાણી વહેતા વિસ્તાર આવેલા છે આવા નૈસર્ગિક સૌંદર્ય સંપત્તિથી ભરપૂર આ સાનિધ્ય માણવા વિદેશથી પક્ષીઓ શિયાળાની ઋતુમાં અહીં આવે છે હાલમાં ચાલતી રાજ્ય વ્યાપી થી પક્ષી ગણતરી ના બીજા તબક્કામાં પાવીજેતપુર તાલુકામાં 37 પ્રજાતિના કુલ ૧૮૭૪ જેટલા વ્યાયાવર પક્ષીઓ નોંધાયા છે જેમાં બ્રાહ્મી બતક રાજહંસ નકતો ચમચો નાની ડુબકી રાજ્યો સર્વજીલ મોટો બગલો નાનો બગલો કકકલિયો ઢોર બગલો ઠોક જળ મરઘી ટીટોડી સમડી વગેરે જેવા પક્ષીઓ ગણતરીમાં નોંધાયા હતા તેવું પાવીજેતપુરના RFO વનરાજસિંહ એ જણાવ્યું હતું પાવીજેતપુર RFO વનરાજસિંહ એ વધુ જણાવ્યું હતું કે ડિસેમ્બર માસના અંતે પક્ષીઓની ગણતરી ત્રીજા તબક્કામાં હાથ ધરાશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here