છોટાઉદેપુર જિલ્લાના ધાર્મિક સ્થળો પર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસરના ભાગરૂપે દેશભરના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે સ્વચ્છતા અભિયાન આરંભ કરવામાં આવ્યો છે. માનનિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. છોટાઉદેપુર જીલ્લાના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ઉત્તરાયણના દિવસે જન આદોલન રૂપે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા આ જન આંદોલનમાં તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે જેમાં યાત્રાધામોના પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર-જવર થતી જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના હનુમાન મંદિર, જબુગામ, ત્યંબકેશ્વર મહાદેવ મંદિર, તાંદલજા, હાફેશ્વર મંદિર, પંચેશ્વર મહાદેવ, પાનવાડ, રણછોડરાયજી મંદિર, સોનગીર ઇન્દ્રલ સંખેડા, કસ્બા મસ્જીદ, બહાદરપુર કસ્બા મસ્જીદ, જાગનાથ મંદિર, છોટાઉદેપુર લક્ષ્મીનારાયણ મંદિર, ગંગેશ્વર મંદિર, જમ્બેશ્વર મહાદેવ મંદિર જેવા ધાર્મિક સ્થળોની સફાઈ આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવનારી છે
આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા નોડલ અને સહ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેનાથી સુચારુ રૂપે અભિયાન પાર પાડી શકાય.
કવાંટ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવાએ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કવાંટના હાફેશ્વર મંદિર ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને ગ્રામજનોએ સફાઈ કરી હતી. બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખે તેમજ ગ્રામજનોએ જબુગામના હનુમાનજી મંદિર પરિસરની સફાઈ કરી હતી. સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે રાણછોડરાયજી મંદિર ખાતે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ગ્રામ પંચાયત ના આગેવાનશ્રીઓ તેમજ અધિકારી, કર્મચારીઓ દ્વારા પરિસર ની સાફ સફાઈ કરવામા આવી હતી. આમ વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન અન્ય વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here