કાલોલ તાલુકાના સણસોલી સાતમણા રોડ પર માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

નૂતન વર્ષના પ્રથમ દિને કાલોલ તાલુકાના સાતમણના સણસોલી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાતમના ના બાઈક ચાલકનું મોત થતાં નૂતન વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સાતમણા ગામના રહીશ બળવંતસિંહ કાભાઈભાઈ પરમાર ઉ. વ. 45 નૂતન વર્ષના પ્રથમ દિને પારિવારિક ઉજવણીઓ પતાવી પોતાના અંગત સ્નેહીજનોને મળવા પોતાની જ માલિકીનું બાઈક લઈને નીકળ્યા હતા તે વેળાએ સણસોલી સાતમણા રોડ પર કેનાલના વળાંક પાસે બાઈકના સ્ટેયેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરના ઝાડી ઝાંખરામાં આવેલ પથરાળ જમીન પર પટકાયા હતા. અકસ્માતને લઈ માથાના અને શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બળવંતસિંહને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેઓના પરિજનો સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવતા માતમનો માહોલ સર્જાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિને જ ગામના રહીશની મોત થતાં સાતમણા પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકના પોસ્ટ મોર્ટમ સમેતની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here