છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ની શાનદાર ઉજવણી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામા છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર જે રાઠવાનાં અધ્યક્ષ સ્થાને તથા લાયઝન અધિકારી સી. આર. સી સંદીપભાઈ વરિયા,એસ.એમ.સી સભ્યો, ગ્રામપંચાયતનાં સદસ્યો,આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ,વડીલો, યુવાનો, મહિલાઓ, વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં 13/06/2023મંગળવારના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
જેમાં આંગણવાડીમાં 2,બાલવાટિકામાં 14 અને ધોરણ 1 માં 6 મળી 22 બાળકોને મહેમાનોના હસ્તે શાળા પ્રવેશોત્સવ શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.
ધોરણ 1 થી 8 માં ગત શૈક્ષણિક વર્ષમાં એક થી ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડો બોલપેન , પેન્સિલ, રબર સંચો જેવી વસ્તુઓની શૈક્ષણિક કીટના ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
ગત વર્ષે 2022/23 શાળામાં 100% હાજરી ધરાવતા ધોરણ 1 થી 8 નાં બાળકોને પણ ચોપડા, બોલપેન, રબર, સંચોના ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
મુખ્ય અધિકારી આર.જે.રાઠવા બાળ સુરક્ષા અધિકારી દ્રારા પ્રાસંગિક પ્રવચન અને શિક્ષણ માટે બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.શાળા પરિસરની મુલાકાત, વાલીઓ સાથે શિક્ષણને લગતી ગોષ્ઠી,બાળકોને તિથિ ભોજન શાળા પરિવાર દ્રારા આપવામાં આવ્યું હતું.શાળા પરિવાર માધુભાઈ, ગોવિંદભાઇ, અમીનભાઈ, સંજયભાઈ, રમીલાબેન, સુરતાબેન દ્રારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીની રેહુબેન અને પ્રવિણકુમાર પટેલીયા દ્રારા કરવામાં આવ્યું હતું.મહેમાનઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રગીત ગીત ગાય કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here