એકલબારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું ભવ્ય સ્વાગત.ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા સામૂહિક પ્રતિજ્ઞા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોસાની સફળતાની ગાથા ગામલોકો સમક્ષ રજૂ કરી હતી.એકલબારા ગામમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો હતો. ગ્રામ્યજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગામનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનોને ( ટેક હોમ રેશન) પોષણયુકત આહાર કીટનું વિતરણ કર્યું હતું.
એકલબારામાં સરકારની ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી પાક રક્ષણ માટે ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ગ્રામ્યજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સહીત અન્ય અધિકારીઓ ,ગામના સરપંચ, લાભાર્થીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here