છોટાઉદેપુર : ચોરીની મોટર સાયકલ સાથે મધ્યપ્રદેશના એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ.
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને વાહન ચેકીંગ કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલ્દી મહૂડી ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન કઠીવાડા(એમ.પી) તરફથી એક ઇસમ મો.સા લઇને આવતા સદર ઇસમને હાથ વડે ઇશારો કરી ઉભો રાખતા જે મો.સા જોતા કાળા કલરની હોંડા કંપનીની યુનીકોર્ન જે મો.સાની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લાગેલ ન હોય જે મોટર સાયકલની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી સદર મો.સા ગાડીની માલીકી અંગેના આધારભુત પુરાવા મળી આવેલ ન હોય જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ
હોંડા કંપનીની યુનીકોર્ન મોટર સાયકલ
કી.રૂ .૨૫,०००/-

પકાડાયેલ ઇસમો:-
વિપુલભાઇ ભલજીભાઇ ભાભર રહે.આમઝરી સ્કુલ ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર (એમ.પી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here