છોટાઉદેપુર : ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ કવાટર્સમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલસીબી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી – તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી :- છોટાઉદેપુર જીલ્લામાં નોંધાયેલ અનડિટેકટ ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા  સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે ખુંટાલીયા પોલીસ લાઇનમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઇસમ બે ચોરીનો મુદામાલ લઇને બોલેરો ગાડીમાં બેસી છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ વેચવા જનાર છે જે હકીકત – આધારે ડોન બોસ્કો સ્કુલ પાસે વોચમાં હતા તે દરમ્યાન સદર બોલેરો ગાડીને ઉભી રાખી વર્ણન મુજબના ઇસમને “ બોલેરો ગાડીમાંથી નીચે ઉતારી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ઘરફોડી ચોરી બાબતે પુછપરછ કરતા તેણે ચોરી કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
→ કબ્જે કરવામાં આવેલ મુદામાલ:
(૧) ચાંદીના દાગીના તથા ડોકીયાનુ વજન ૯૦ ગ્રામ
કી .રૂ .४,३००/-
(૨) સોનાની ચેઇન ૧૧ ગ્રામ
કી .રૂ .७५,०००/-
(૩) રોકડ
કી .રૂ .૨.८૫०/-
(૪) મોબાઇલ
કી.રૂ .૫,०००/-
કુલ.કિ.રૂ.૭૭,૧૫૦/-

પકડાયેલ ઇસમનુ નામ સરનામું:

વસીમભાઇ ઉર્ફે સલીમભાઇ સુરતી રહે. યુનાઇટેડ પબ્લીક સ્કુલની બાજુમાં છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તા.જી.છોટાઉદેપુર

શોધી કાઢવામાં આવેલ ગુનાની વિગત:

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૧૮૪૦૦૨૨૩૧૨૦૩/૨૦૨૩ ઇ.પી.કો. ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ…

પકડાયેલ આરોપી… વસીમભાઇ ઉર્ફે સલીમભાઇ સુરતી રહે. યુનાઇટેડ પબ્લીક સ્કુલની બાજુમાં છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તા.જી.છોટાઉદેપુર નાએ અગાઉ પંચમહાલ જીલ્લા ખાતે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલાની કબુલાત કરેલ આવેલ છે.

ગુનો કરવાની એમ.ઓ :-
મજકુર આરોપી પોતાની જાણભેદુ જગ્યાઓ ઉપર રેકી કરી અવસર આવેથી ચોરી કરવાના ઇરાદે કોઇપણ સમયે રહેણાંક મકાનોની રેકી કરી તાળુ તોડી/તાળાની ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here