છોટાઉદેપુર : કદવાલ પોલીસે પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી બે પીક અપમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા ૧૪ પાળાઓને બચાવ્યા…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર ના પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી બે બોલેરો પીકપ માં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા ૧૪ જેટલા પાડાઓ નો કદવાલ પોલીસે બચાવ કરી જાંબુઘોડા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના પાની ગામે ચોકડી ઉપર કદવાલ પોલીસ ૨૫ સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી તે સમયે વડોઠ ગામ તરફથી બે બોલેરો પીકપ આવી હતી જે ગાડીઓને અટકાવી તપાસ કરતા એક બોલેરો પીકપ નંબર જી.જે. ૩૪- ટી- ૧૧૭૬ માં ૮ ભેંસ ના પાડા તેમજ બીજી બોલેરો પીકપ નંબર જી જે. ૧૬ ડબલ્યુ ૪૭૩૭ માં ૬ પાડા મળી કુલ બે બોલેરો પીકપ માં ૧૪ પાડાઓ ક્રૂરતા પૂર્વક ખીચોખીચ, ટૂંકા દોરડા વડે, નાતો ઘાસ કે પાણી ની સગવડ નહીં રાખી પશુ વહન કરતા બંને ગાડીના વાહન ચાલકો સંજયભાઈ રમણભાઈ નાયકા રહે. ગુડા, તા.જી. છોટાઉદેપુર, તેમજ કમાભાઈ જગાભાઈ હરિજન રહે. બરોજ, તા.જી. છોટાઉદેપુરની પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમો લગાવી તેમજ ક્રૂરતાપૂર્વક પશુઓને બાંધી ઘાસ કે પાણીની સગવડ ન કરી પશુનું વહન કરતા બંને આરોપીઓને અટક કરી ૧૪ પાડાની કિંમત ૭૦,૦૦૦/- તેમજ બે બોલેરો પીકપ ની કિંમત ૫ લાખ મળી કુલ ૫,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કદવાલ પોલીસે ૧૪ પાડા વધુ સમય રાખી શકાય તેમ ન હોય તેથી પાડાઓને જાંબુઘોડા પાંજરાપોળમાં મોકલી આપી વાહન ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કદવાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાવીજેતપુર તાલુકાના પાની ગામે થી બે બોલેરો પીકપ માં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા ૧૪ પાડાઓનો કદવાલ પોલીસે બચાવ કર્યો હતો તેમજ બંને બોલેરો પીકપ ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here