પંચમહાલના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાંશ્રાવણિયો જુગાર રમી રમાડતા બે અલગ – અલગ સ્થળોએ સ્થાનિક પોલીસની છાપામારીમાં કુલ 20 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વેજલપુર ગામે ભોઈ વાડામાં જાહેર સ્થળે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા 6 ખેલીઓને દાવ પર લાગેલી અને અંગે ઝડતિમાંથી મળેલ રકમ રૂ. 15510 અને મોબાઈલ નં. 5 જેની કિંમત રૂ. 21000 સાથે કુલ મળી રૂ. 36510ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. અન્ય એક આવી જ છાપામરીમાં વેજલપુર પોસઈ કામોળ ને મળેલી બાતમી અનુસંધાને કાલોલ તાલુકાના ભૂખી ગામે ખુમાનસિંહ કેસરીસિંહ જાદવના રહેણાક મકાનમાં ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી જુગાર રમતા ખેલિઓને દાવ પરની તેમજ અંગ ઝડતીમાંથી મેળેલ રકમ રૂ. 27660 અને મોબાઈલ નં. 8 જેની કિંમત રૂ. 27000 સાથે કુલ રૂ. 54660ના મુદ્દામાલ સાથે 14 ઇસમોની જુગારધરની અલગ અલગ કલમો હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here