છોટાઉદેપુરમાં જિલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

તા. ૧૯ના રોજ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તક છોટાઉદેપુર જિલ્લામાં 3 કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવશે. છોટાઉદેપુરના ખુટાલીયા રોડ પર પોલીસ પરેડ ભવનની સામે, શાસ્ત્રીનગરમાં ડો.આંબેડકર ભવનનું નિર્માણ થશે. આ ભવનનું આવતી કાલે તા.૧૯ જાન્યુઆરીના રોજ શ્રીમતી ભાનુબેન બાબરિયા, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા આને બાળ વિકાસ વિભાગ, ના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે.
સમાજમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખી સરકારે તમામ જિલ્લાઓમાં ડો.આંબેડકર ભવન બાંધવાનું નક્કી કર્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાને રાખીને તેમના સ્મૃતિચિહ્ન રૂપે આવા ભાવનો બાંધવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું જેમાં ઓડીટોરીયમ, મ્યુઝીયમ, લાઈબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
આ ખાતમુહુર્ત પ્રસંગે શ્રી ભીખુસિંહજી પરમાર, મંત્રીશ્રી(રાજ્યકક્ષા), અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ તેમજ છોટાઉદેપુરજીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલની વિશષ ઉપસ્થિતિ રહેશે. જયારે સાંસદશ્રી ગીતાબેન રાઠવા, રાજ્યસભાના સાંસદશ્રી નારણભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય શ્રી અભેસિંહભાઈ તડવી, જેતપુરના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના નિયામકશ્રી, કલેકટરશ્રી છોટાઉદેપુર, અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના સંયુક્ત નિયામકશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીઓ આ ખાત મૂહર્ત સમારોહમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here