મોહસીને આઝમ મિશન, મોડાસા દ્વારા જરૂરતમંદોને મફત કપડાં વિતરણ કરવામાં આવ્યા…

મોડાસા, (પંચમહાલ) વસીમ શેખ :-

સામાન્ય રીતે બુઝુરગાને દિન ના મજારો ઉપર ચાદર ચઢાવવા માં આવે છે જે મુસ્તહબ અમલ (સારું) કાર્ય છે,બુઝુર્ગો ની બારગાહ માં અકીદત માં લોકો ચાદર ચઢાવતા હોય છે ઓલમાયે કિરામ ફરમાવે છે કે મજાર ઉપર એક ચાદર ચઢાવવા માં આવે તે મુસ્તહબ છે પરંતુ જે રીતે ચાદર ઉપર ચાદર ચઢવવા માં આવે છે તેની જગ્યા એ ગુરબા પરવરી ની નિયત થી પોતાના વિસ્તાર માં કોઈ જરૂરત મંદ વ્યક્તિ ને 1 જોડી કપડાં આપવામાં આવે તો ખુદા એ પાક પણ રાજી થશે અને સાહિબે મજાર ની રૂહ પણ ખુશ થશે તેવી સોચ મોહસીને આઝમ મિશન ના સંસ્થાપક સૈયદ હસન અસકરી સાહેબે આપી છે,તે સોચ સાથે આજે સરકાર ગરીબ નવાઝ, હુઝુર મોહદીસે આઝમ તેમજ તમામ બુઝુર્ગો ના ઈસાલે સવાબ માટે સમગ્ર ભારતમાં મિશનની શાખાઓ દ્વારા કપડાં વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે પેકી આજે મોડાસા માં 100 જોડી કપડાં જરૂરતમંદ લોકોમાં વહેચવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here