છોટાઉદેપુરમાં ગંદકીથી નગરજનો ભારે પરેશાન… તળાવની કિનારા ઉપર રહેતા રહીશોની હાલત કફોડી…

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર નગરમાં તળાવમાં થતી ગંદકીથી નગરજનો ત્રાહિમામ, કિનારા ઉપર રહેતા રહીશોની હાલત કફોડી

છોટા ઉદેપુર નગર ના મસ્જિદ મોહલ્લા ના પાછળ ના ભાગ માં તળાવ માથી આવતી દુર્ગંધ દૂર કરવા અને તળાવ માથી સાપ,અજગર જેવા જાન લેવા જીવજંતુઓ ધર માં આવી જાય છે જેની ભીતી સેવાતા સમસ્યા નું નિરાકરણ લાવવા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવેલ છે કે મસ્જિદ મોહલ્લા ની પાછળ ના ભાગ માં તળાવ ની પાળ પર સ્થાનીક રહીશો ના નાના બાળકો રમતા હોય છે. અને આ રસ્તા પર થી આવતા જતાં લોકો ને પણ તળાવ માથી દુર્ગંધ આવે છે,અને અંદર સાપ,અને અજગર જેવા જાનલેવા જીવ જંતુ ઑ રોડ ઉપર અનેક વાર આવી જાય છે.
તો ઘરના લોકો ને બીક લાગે છે. અને કોઈ અઇચ્છનીય બનાવ બને તે પેહલા સ્થાનિક રહીશો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે કે તળાવ ની સફાઈ કરાવવા માં આવે,અને સાપ અજગર જેવા ખતરનાક જીવજંતુ ઑ નું રેસક્યું કરવામાં આવે અને મોટી મોટી ઝાડ ઝાકરિયોને કપાવવા માં આવે,તો કોઈ દુર્ઘટના કે બનાવ ના બને. જે અંગે એક લેખીત રજુઆત સ્થાનીક રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here