છોટાઉદેપુરના શ્રી જાગનાથ મહાદેવ મંદિર તરફ જતો રસ્તો ખખડધજ… શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરના સામે ઓરસંગ નદીના કિનારે અતિ પ્રાચીન શ્રી જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં હજારો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. જ્યાં જવા માટે એકજ રસ્તો હોય જે ખખડ ધજ થઈ ગયો છે. અને ઓરસંગ નદીમાંથી રેતી ચોરી કરનારા રેતી માફિયાઓનાને ત્રાસે આ રસ્તો ભારે બિસ્માર બન્યો છે. બનાવેલા આર સી સી રોડ અંદર બેસાડેલા સળિયા પણ હાલ બહાર આવી ગયા છે. પરંતુ તંત્ર પાસે આ બિસ્માર રસ્તો વહેલી તકે નવો બનાવવો તથા તેને રીપેર કરવો જેના માટે સમય નથી ઘણા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, અને નેતાઓ આ મંદિરે દર્શનાર્થે જતા હોય છે. પરંતુ રસ્તો રીપેર કરાવવા અંગેની વાત કોઈના ધ્યાને આવતી નથી. જ્યારે મંદિરે દર્શનાર્થે જતા ભાવિક ભક્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ આ રસ્તા ઉપરથી રાત્રીના સમયે રેટિના ટ્રેક્ટરો તથા મોટી ટ્રકો પસાર થતી હોય જેના ભારે વજનથી રસ્તાની ખખડધજ હાલત થઈ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
છોટાઉદેપુર ને અડીને આવેલ ઓરસંગનદીને સામે કિનારે શ્રી જાગનાથ મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. જે લાખો લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પૂરો શ્રાવણ મહિનો તથા શિવરાત્રીના દિવસે હજારો લોકો બહારથી દર્શન અર્થે આવે છે. અને શ્રદ્ધા પૂર્વક માથું ટેકવે છે. પરંતુ આવતા જતા દર્શનાર્થીઓને ભારે તકલીફ ભોગવવી પડે છે. અને અવર જવર કરતી વખતે સાંજના સમયે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. હાલમાં હવે ચોમાસુ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સદર રસ્તા ઉપર ભારે કીચડ થશે.જ્યારે આવતા માસમાં શ્રાવણ માસનો પ્રારંભ થશે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ નિયમિત દર્શન અર્થે જશે તેવા સમયે આ રસ્તા ઉપરથી કેમ પસાર થવું એ પ્રશ્ન બની રહેશે.
ઉપરોક્ત રસ્તા ઉપર શાળા આવેલી છે શાળાએ જતા બાળકો આ રસ્તેથી પસાર થાય છે પરંતુ ખરાબ રસ્તાને કારણે આ બાળકો ને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપરથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે પણ માત્ર ધૂળ ઉડે છે. અગાઉના મહંત સ્વ માધવદાસજી મહારાજે પણ ઘણી વાર આ અંગે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. એસી ગાડીમાં સફર કરતા રાજકીય નેતાઓ, તથા અધિકારીઓ ની નજરે પણ આ વસ્તુ આવતી નથી. ઉપરોક્ત મંદિરે કાર્યક્રમો અર્થે મોટા મોટા નેતાઓ જતા હોય છે. પરંતુ રસ્તો રીપેર કરાવવા અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેનાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.
નવાઈની વાત એ છે કે ઓરસંગ નદીમાં આ જગ્યાએ રેતીની લિઝ ફાળવેલ નથી પરંતુ રેતી ખનન ને કારણે બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે અને રોડ તથા મંદિરની સૌરક્ષણ દીવાલોને ભારે નુકસાન થયું છે. ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓએ મંદિરે જતા એક માત્ર રસ્તાને પણ ખખડધજ બનાવી દીધો છે. શું આ રસ્તો રેતી માફિયાઓ બનાવી આપશે? કે કેમ ? કે પછી તંત્ર બનાવશે તેમ પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ ને ડામવી તંત્ર માટે ઘણું આવશ્યક છે. આડેધડ રેતીનું થતા ખોદકામેં ધાર્મિક સ્થળોને પણ છોડ્યા નથી.

છોટાઉદેપુર જિલ્લામાં કરોડોના રસ્તાના કામો થાય છે. જેમાં ચાલતી ચર્ચાઓ મુજબ ભ્રષ્ટચાર પણ થતા હોય છે. ઘણા રૂપિયા પણ જાય છે. જ્યારે કરોડોના વિકાસના કામો થતા હોય તો ધાર્મિક સ્થળોએ કેમ વિકાસ કરવામાં આવતો નથી. સમગ્ર રાજ્ય સહિત દેશના લોકો ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને આસ્થા અને શ્રધ્ધાનો સાગર આજે પણ દેશમાં જોવા મળી રહ્યો છે. જ્યારે મોટા મોટા કાર્યક્રમો થાય મોટી મોટી મિટિંગો થાયછે. જેમાં લાખો ખર્ચાય છે. પરંતુ ધાર્મિક સ્થળો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તંત્ર દ્વારા શ્રાવણમાસ પહેલા જાગનાથ મહાદેવ મંદિરના રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેમ પ્રજામાં માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here