ચાર વર્ષની અમાયરાબાનુ એ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પવિત્ર રમઝાન ની શરૂઆત થઈ ચૂકી છે અને આજે બીજો રોજો થઈ ગયો છે તેમાં ગઇ કાલે સેવાલિયા નાં પઠાણ પરિવારની નાનકડી ચાર વર્ષની દીકરીએ રોજો રાખી ઇબાદત કરી હતી જેને રોઝા ઈફ્તાર કરાવી વધામણાં કરવામાં આવ્યા હતા ઇસ્લામ ધર્મના પાંચ ફર્ઝ પૈકી એક ત્યાગ અને બલિદાનની ભાવનાના પ્રતીક રૂપે રમઝાન માસના રોઝા એટલે ઉપવાસનુ ઘણું મહત્વ છે તેમા પણ નાના ભૂલકાઓ બાકાત રહેતા નથી અને ખેડા જિલ્લાના સેવાલિયા ગામે રહેતા શાહબાઝખાન પઠાણ ની લાડકવાયી ચાર વર્ષની દીકરી અમાયરાબાનુ એ જિંદગીનો પહેલો રોઝો(ઉપવાસ) મુકી અલ્લાહની ઈબાદત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here