ગોધરા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન… હજારોની જનમેદની કિડીયારા સ્વરૂપે ઉભરાઈ…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવેલા રાહુલ ગાંધીના બંદોબસ્તમાં પોલીસ પ્રશાસન ખડે પગે…

મળતી વિગતો મુજબ ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભારત ભ્રમણ પર નીકળેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પોતાના નિયત ક્રમ મુજબ આજરોજ ગોધરા નગર ખાતે આવી પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી ગોધરા શહેરમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સહિતના અનેક નેતાઓ અને કાર્યકરોએ તેઓનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું હતું… એ સમયે રાહુલ ગાંધીની એક ઝલક નિહાળવા હજારોની ભીડ રોડ રસ્તા પર ભેગી થઈ હતી.. જેમ જેમ રાહુલ ગાંધી ગોધરા નગરમાં આગળ વધી રહ્યા હતા તેમ તેમ લોકોની ભીડમાં વધારો નોંધાઇ રહ્યો હતો. જેના કારણે બંદોબસ્ત માટે આગળ ચાલી રહેલ પોલીસ ટિમ જાણે મેરેથોનમા દોડી રહી હોય એવો માહોલ સર્જાયો હતો..

કોંગ્રેસ તરફે વડાપ્રધાનની રેસમાં અગ્રેસર કહેવાતા રાહુલ ગાંધી રેલી દરમિયાન જ્યારે હાથ ઊંચો કરી લોકોને આવકાર આપી રહ્યા હતા, એ સમયે એવું લાગી રહ્યું હતું કે ગામનો કોઈ નેતા નગરની મુલાકાતે નીકળ્યો હોય.. કારણ કે રાહુલ ગાંધી સાથે જે સુરક્ષા કર્મીઓ હતા એ જાણે રાહુલ ગાંધી સાથે પ્રચારમાં નીકળ્યા હોય એમ હળવો સ્વભાવ રાખી રહ્યા હતા.. જ્યારે કે ભારતના એક દિગ્ગજ નેતા કે જેઓના દાદી અને પિતા બન્ને વડાપ્રધાન પદ પર હોવા છતાંય આતંકી હુમલાનો ભોગ બની સ્વર્ગવાસે પહોંચ્યા હોય.. અને તેઓનો વંશજ એ બનાવને પડકાર આપતો હોય એમ લોકોની વચ્ચે સામાન્ય નેતાની જેમ નીકળી પડે… એ ખરેખર આવકારદાયક વાત લેખાય… કેમ કે આજના સમયમાં અનેક નેતાઓ કે જેઓ સૂટ બુટ અને અત્યાધુનિક સુરક્ષા કવચની વચ્ચે રહી લોકોને છેતરવા લાંબા લાંબા હાથ કરી દૂરથી હાય હેલ્લો કરી બાયપાસ કરી જતા હોય છે..

ટૂંકમાં એવું કહી શકાય કે પંચમહાલ લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહદઅંશે સફળ સાબિત થઈ હતી.. પરંતુ પંચમહાલ કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપે એવો કોઈ નેતા હજુ સુધી મેદાનમાં આવ્યો નથી.. જેથી કદાચ રાહુલ ગાંધીની આ યાત્રા તેઓની લોક પ્રિયતામા વધારો કરી જશે પણ લોકસભા બેઠક જીતવા માટે તો “અભી દિલ્હી દુર હૈ” જેવો હાલ થશે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here