મોડાસામાં મોબાઇલની તફડંચી કરતી બબલી બંટીની જોડી ઝડપાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી અને ડીવાયએસપી ચિંતનભાઈ પટેલ ની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજ કરવામાં આવ્યું હતું.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ના પી.આઈ ડી.કે વાઘેલા અને ડિસ્ટાફના માણસોએ મોબાઇલની તફડંચી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના હવાલે કર્યા છે.

આરોપી અયાન અનીશમીયા પઠાણ. રહેવાસી. વટવા અમદાવાદ અને ચાંદની અમીનદ્દીન શેખ. રહેવાસી ફતેવાડી કેનાલ પાસે. અમદાવાદ બંને મોપેડ ઉપર નીકળી મોડાસાના કોલેજ રોડ અને મેન બજારમાંથી રસ્તા ઉપર ચાલતા રાહદારી ફોન ઉપર વાત કરતા હોય તે સમય દરમિયાન મોબાઇલની તફડંચી કરી અને નાસી છૂટતો હતા.

મોડાસા ટાઉન પોલીસની ટીમે વોચ રાખી મોડાસાના જુના બસ લીયો પોલીસ ચોકી પાસેથી એક રાહદારી નો મોબાઈલ તફડંચી કરવાના ફીરાગમાં હતા તે દરમિયાન પોલીસે બબલી બંટીને ઝડપી લીધા હતા.

બંને મોડાસા ના સીટી ગેસ્ટ હાઉસમાં ત્રણ દિવસથી રોકાયા હતા.

તેમનો મુખ્ય ઉપદેશ મોડાસામાં મોબાઈલ ચોરી કરી અને અમદાવાદમાં વેચી દેવાનો હતો.

પોલીસે તેમની પાસેથી મોપેડ અને છ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,57,000 નો મુદ્દા માલ જપ્ત કરી બંનેને જેલને હવાલે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here