રાજપીપળા ખાતે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ( EDII ) દ્વારા વર્કશોપ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના હસ્તકલા ક્ષેત્રે જોડાયેલા કારીગરોને તેઓની કામગીરીથી વગત કરાયા

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII),અમદાવાદ દ્વારા તા.૦૭-૦૩-૨૦૨૪ નારોજ રાજપીપળા ના વાવડી ખાતે એક દિવસીય વકર્શોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત હસ્તકલા સેતુ યોજનામાં જોડાયેલ નર્મદા જિલ્લાના કારીગર ભાઇઓ અને બહેનોને જિલ્લામાં થયેલ વિવિધ કામગીરી વિશે અવગત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારીગરોના સંગઠનને મજબુત બનાવવા, ઉદ્યોગસાહસિકતામાં વધારો કરવા તેમજ તેમના વેપાર-ધંધામાં ઉત્તરોત્તર વિકાસ અને વૃદ્ધિ કરવા માટે ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામધોગ વિકાસ દ્વારા અમલીકૃત કલસ્ટર ડેવલોપમેન્ટ સ્કીમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કારીગરોની સહકારી મંડળી બનાવવા માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના વિવિધ ઉત્પાદનોને જી.આઇ.ટેગમાં સામેલ કરવા હેતુ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. કારીગરોએ બનાવેલ પ્રોડક્ટનું માર્કેટ સાથે જોડાણ કરવા માટે ઓન-લાઇન માર્કેટીંગ પ્લેફોર્મ જેવા કે ફિફ્લપકાર્ટ સમર્થ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં એન.એમ.ત્રિપાઠી, જનરલ મેનેજર, TRIFED, હેતલ પાઠક (સ્ટેટ આંત્રપ્રિનરશીપ લીડ EDII), ઇંદ્રવદન ચાવડા (સ્ટેટ ઇન્ડસ્ટ્રી કોલબરેશન એક્સપર્ટ EDII) તથા રજનીકાંત સોલંકી, નિયામક RSETI, પ્રતાપસિહ બારોટ, EX.LDM દ્વારા કારીગરોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળપૂર્વક આયોજન નર્મદા જિલ્લાના હસ્તકલા સેતુ યોજનાના ડિસ્ટ્રીકટ લીડર જિગ્નેશભાઇ પટેલ તેમજ તાહીર સૈયદ,પિયુષ દેશમુખ, વીરલ તડવી તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here