ગોધરા, ઘોઘંબા અને શહેરા તાલુકાના ગામોમાં “આપ” ના કાર્યકરોએ લોકસંપર્ક કર્યો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સાજોરા ગામના ભાજપના રાજકીય આગેવાન અને પૂર્વ સરપંચ રમણભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી દરેક જિલ્લામાં જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનની રચના કરવા માટે જિલ્લા પ્રમુખોને જવાબદારી આપવામાં આવી છે અને સમયમર્યાદા પણ આપવામાં આવી છે. જે સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં સંગઠનની રચના કરવાની કામગીરી ખુબ ઝડપથી વધી રહી છે. અને દરેક તાલુકાના કાર્યકરોને જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૂચના આપી છે કે, પાંચ- દસ કાર્યકરોની એક ટીમ બનાવી તાલુકાના દરેક ગામોમાં લોકસંપર્ક કરો, લોકોને પાર્ટી વિશે માહિતી આપો, લોકોને પાર્ટીમાં જોડો અને સક્ષમ, શિક્ષિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓને પાર્ટીના સંગઠનમાં જવાબદારી લેવા ઇચ્છુક હોય તેઓનો સંપર્ક કરાવો એ મુજબની સૂચનાનુસાર આજ રોજ ઘોઘંબા તાલુકાની બે ટીમ તાલુકાના વિવિધ ગામોમાં લોકસંપર્કની કામગીરી કરી.
તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ સાથે જિલ્લા યુવા સમિતિ મહામંત્રી ભરતભાઈ રાઠવા તથા તાલુકા ઉપપ્રમુખ પ્રમુખ જગદીશભાઈ પરમાર, તાલુકા ઉપપ્રમુખ અરવિંદભાઇ બારીઆ, જિલ્લા સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, તાલુકા સહ સંગઠન મંત્રી દિનેશભાઇ બારીઆ, ગજેન્દ્રસિંહ પરમાર તથા અન્ય કાર્યકરોએ ઘોઘંબા તાલુકાના સીમલીયા, ફાટા મહુડા, દામાવાવ, સાજોરા, દેવલીકુવા વિગેરે ગામોમાં લોકસંપર્ક કર્યો અને સાજોરાના ભાજપના રાજકીય આગેવાન અને પૂર્વ સરપંચ રમણભાઈ તથા હિતેન્દ્રભાઇ સહિત અનેક કાર્યકરોને પાર્ટીમાં જોડ્યા.
જયારે ગોધરા અને શહેરા તાલુકામાં જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ અને શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી તથા અન્ય કાર્યકરોએ શહેરા આને ગોધરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કર્યો. અને મોર ઉડારા ગામમાંથી ૩૫ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌને ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here