નસવાડી ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઘેર ઘેર ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજ રોજ નસવાડી ખાતે રક્ષાબંધન ની ઉજવણી ઘેર ઘેર કરવામાં આવી હતી જેમા બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે દુર દુર થી આવી.અને કેટલીક જગ્યાએ ધર્મ ની બહેનો એ પણ રાખડી બાંધી પોતાના ભાઇઓ ની રક્ષા માટે પ્રાર્થનાઓ કરી હતી અને પોતાના ભાઈ સો વર્ષ જીવે તેવી દૂઆઓ કરવામાં આવી હતી આ એક તહેવાર એવો છે જેમા બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધવા માટે પોતાના પીયર આવતી હોય છે અને ભાઈ બહેન ને ભેટ સોગાતો આપતો હોય છે અને ભાઈ બહેન નો જે પ્રેમ છે તે આજના તહેવારે દેખાય આવેછે અને ભાઈને પડતી મુશ્કેલીઓ તથા આવનારી મુસીબતો થી બચવા માટે બહેન ભાઈ માટે પ્રાર્થના કરતી હોય છે અને ભલે બહેન ગમે તેવી પરિસ્થિતિ મા હોય પણ ભાઈ ને તો એની ગંધ પણ આવવા નથી દેતી અને ભાઈ પણ પોતાનુ કર્તવ્ય નિભાવે છે અને ભાઈ માટે માઁ પછી પ્રાર્થના કરનારી અને માઁ ની જગ્યા લેનાર માત્ર એક બહેન જ છે માટે આ રક્ષા બંધન નો તહેવાર ભાઈ બહેન માટે ભાઈની પ્રાર્થના માટેનો છે અને માઁ ની જગ્યા સાચવનાર બહેન નો છે માટે આ તહેવારની ઉજવણી ધામધૂમ થી કરવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here