ગોધરા એલ.સી.બી. પોલીસે ખાડી ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમતા કુલ -૩ જુગારીયાઓને પકડી પાડી રોકડા રૂ .૧૦,૫૯૦ / – નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ આજરોજ શ્રી એમ.કે.ખાંટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે રહેતો રાજુ પ્રભુદાસ ખ્રિસ્તી તથા સુનિલ ઉર્ફે સુનકો પ્રભુદાસ ખ્રિસ્તી બંન્ને ભેગા મળી તેઓના નોકરો રાખી ખાડી ફળીયામા આવેલ તેઓના રહેણાંક મકાનની આગળ ખુલ્લામા બેસી વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે . અને હાલમા જુગારની પ્રવૃતિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) ઓમપ્રકાશ ઈશ્વરલાલ તારાણી રહે . ગોધરા ઝુલેલાલ સોસાયટી તા.ગોધરા ( ર ) રાજેન્દ્રભાઇ નાનુભાઇ બારીઆ રહે . ભામૈયા મોટુ ફળીયું તા.ગોધરા ( ૩ ) દિલીપભાઇ પ્રેમચંન્દ રાસધારી રહે . ગોધરા પાવર હાઉસ પાસે તા.ગોધરા કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ .૧૦,૫૯૦ / ( ૨ ) સ્લીપબુકો નંગ -૩ તથા બોલપેન નંગ -૩ કી.રૂ .૦૦ / વોન્ટેડ આરોપીઓઃ ( ૧ ) રાજુ પ્રભુદાસ ખ્રિસ્તી રહે . ગોધરા ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે તા.ગોધરા ( ૨ ) સુનિલ ઉર્ફે સુનકો પ્રભુદાસ ખ્રિસ્તી રહે . ગોધરા ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે તા.ગોધરા ઉપરોકત પકડાયેલા આરોપીઓ તથા રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here