શહેરા : પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનું ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે વિતરણ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બની છે. જેમા આવાસ યોજના માટે નાણાકિય સહાય પુરી પાડવામા આવે છે.શહેરા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારમાં પણ આ રીતે વસતા લોકોને આ યોજના હેઠળ આવાસ યોજના પુરી પાડવામા આવી છે, જેના લઈને શહેરાનગર પાલિકાલોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામા તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા આ આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનું વિતરણ કરવામા આવ્યુ હતુ. શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીત સિંહ માટીએડાએ જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં 1972 પૈકી 432 લાભાર્થીઓને મંજુરી પત્રક આપવામા આવ્યા છે. તેમને વધુ જણાવ્યુ હતુ કે 6 મહિનામા કામ પુરુ કરશો તો તમને પ્રોત્સાહિત રકમ આપવામા આવશે, આપણા તાલુકામાં 100 જેટલા લાભાર્થીઓને આપણે પ્રોત્સાહિત રકમ આપી ચુકયા છે. તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા તાલુકા પંચાયતના પ્રમુખ રયજીભાઈ નાયક,કારોબારી અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દુધા ભાઈ, ચેરમેન આરોગ્ય સમિતિ ડો.કિરણસિંહ બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ, તથા જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here