ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી.પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હા રજી . નં .૧૧૨૦૭૦૨૪૨૧૧૦૩૫ / ૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ ( એ ) , ૬૫ ( ઇ ) ૮૧ , ૮૩ , ૯૮ ( ૨ ) , ૧૧૬ ( બી ) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કનુ ઉદેસિંહ બારીઆ રહે.વચલુ ફળીયુ વાવડી બુઝર્ગ ગોધરાનાનો પરવડી ચોકડી ગોધરા પાસે હાજર છે . અને પો.સ.ઇ.શ્રી આર.એમ મુધવા તથા પોલીસ સ્ટાફના માણસો ગોધરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઈ સદરી આરોપીને શોધી પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામા આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here