ગોધરાની સાર્વજનિક પ્રાથમિક શાળા દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

સાર્વજનિક યુવક મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળામાં તારીખ 08/09/2023 શુક્રવારના રોજ ઉત્સાહ સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક વિભાગના બાળકોએ મોટી સંખ્યામાં એક દિવસીય શિક્ષક શિક્ષિકાની સરસ ભૂમિકા ભજવી સારો અભ્યાસ કરી ભવિષ્યમાં એક આદર્શ શિક્ષક શિક્ષિકા બની સમાજ તથા દેશનું નામ રોશન કરવા સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી મોહસીન સમોલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here