ગુજરાત યાત્રાધામ સફાઈ અંતર્ગત યાત્રાધામ કરનાળી ખાતેથી સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ગુજરાત સરકારના રાજ્ય વ્યાપી યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના યાત્રાધામ કરનાળી ખાતેથી સફાઈ અભિયાન નો પ્રારંભ કરાયો..

ગુજરાત સરકારના નવતર અભિગમ રૂપે યાત્રાધામ સ્વચ્છતા અભિયાનનો આજરોજ અખાત્રીજના શુભદિન થી મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા રાજકોટ થી પ્રારંભ કરાવવામાં આવ્યો છે જે અભિયાન માં યાત્રાધામ બોર્ડ અંતર્ગત આવતા તમામ 24 જેટલા મહત્વના ધામો ખાતે પણ વિવિધ મંત્રીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ જ પ્રકારનું આયોજન હાથ ધરાયું છે ત્યારે વડોદરા જિલ્લાના દક્ષિણ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે થી પણ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો દંડક બાલકૃષ્ણ શુકલ એ કરનાળી આવી પહોંચી કુબેર દાદા ના પાવન દર્શન કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેઓની સાથે કલેકટર એ.બી ગોર તથા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહિત છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ,દર્શના દેશમુખ, ભાજપા જિલ્લા અધ્યક્ષ સતીશ પટેલ, પ્રભારી પરાક્રમસિંહ ઉપરાંત સંતો મહંતો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે દંડક શ્રી એ સ્વચ્છતા અભિયાન એ દરેક નાગરિકની ફરજ છે નું જણાવી આ આહવાન માં સહભાગી થવા પર ભાર મૂક્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here