અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા નર્મદા-ભરૂચ ખાતે મહિલા સશક્તિકરણ નિમિત્તે વ્હાલી દીકરી યોજનાની ઉજવણી

રાજપીપલા,(નર્મદા)
આસિક પઠાણ

181 અભયમ એપ ડાઉનલોડ કરી તેનાં ઉપયોગની મહિલાઓને માહિતી અપાઈ

મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરી દિવસ ની ઉજવણીમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ કરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસને દીકરી દિવસ તરીકે ઉજવવમાં આવ્યો હતો.

જેમાં અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ તરફથી દીકરીના માતા પિતાને ઘરે ઘરે જઈ રૂબરૂ મળી વ્હાલી દીકરી યોજનાની માહિતી,દીકરીના આરોગ્ય,શિક્ષણ, પોષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત કોઈ પણ પ્રકારની મુશ્કેલીમા અભયમ 181 મહિલા હેલ્પ લાઇનનો સંપકઁ કરી શકાય જેમાં બાળકોની જાતીય સતામણી,છેડતી,ભ્રુણ હત્યા,બાળલગ્ન વગેરેમા અભયમ ની મદદ લેવા માહિતી પુરી પાડવામાં આવી હતી.

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આજરોજ દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા અને માતાઓને દીકરી દીવસ અને વ્હાલી દીકરી યોજના વિશે,181 મહિલા હેલ્પલાઇન વિશે, અને કોરોના વિશે માહિતી આપી સન્માન કર્યું હતું.

જ્યારે નર્મદા સ્ટાફ સખી સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે દીકરી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ભાગ લેનાર રાજ્ય મહિલા સુરક્ષા ડાયરેક્ટર અધ્યક્ષ ભારતીબેન તડવી OSC સંચાલક છાયાબેન OSC સ્ટાફ,181 મહિલા કાઉન્નસેલર જીગીષા ગામીત તેમજ આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો જેમાં 181 એપ ડાઉનલોડ કરાવી 181વિશે માહિતી આપી છે તૅમજ પેમ્પલેટ વિતરણ કરવા માં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here