ગુજરાતની સૌપ્રથમ સ્થાપિત બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય યાર્ડ બોડેલીમાં આજરોજ રવિવારી હાટ બજારનો શુભારંભ કરાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાતની સૌપ્રથમ સ્થાપિત બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય યાર્ડ બોડેલીમાં આજરોજ રવિવારી હાટ બજારનો શુભારંભ થયો છે ત્યારે બોડેલી એપીએમસીમાં રવિવારી હાટ બજારમાં મોટી સંખ્યામાં નાના મોટા વેપારીઓએ બોડેલી હાટ બજારમાં ભાગ લેવા માટે રસ દાખવી નોંધણી કરાવી હતી જેથી રવિવારી હાટ બજાર ભરાતા લોકોમાં આકષૅણ જમાવ્યું હતું વિવિધ ભાતભાતની દુકાનો સાથે અલગ અલગ વિસ્તારના વેપારીઓ ઉત્સાહભેર હાટમાં જોડાયા હતા બોડેલી એપીએમસીના ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહે રાઠોડે જણાવ્યું હતું કે હાટ બજાર એટલે આજના જમાનામાં મોટા શહેરોમાં ચાલતા શોપિંગ મોલ જ્યાં માનવીય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે ત્યાં માત્ર અમીર લોકો નહિ પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ સહેલાઈથી ચીજવસ્તુઓ ખરીદી શકે છે નાના મોટા વેપારીઓ માટે રોજગારી માટેની અમુલ્ય તક સમાન છે છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક બોડેલીનો ૩૦૦ ગામો સાથે જીવંત સંપર્ક ધરાવતા બોડેલીનો રવિવારી હાટ જિલ્લાનો સૌથી મોટો હાટ રહેશે ત્યારે આજરોજથી પ્રારંભ થયેલ હાટ બજારમાં બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે બોડેલી બજારે આમપણ આકષૅણ જમાવ્યું છે ત્યારે હવે જેનો લાભ હવે સીધો હાટ બજારના દુકાનદારોને પણ મળશે બોડેલી હાટ બજારમાં મોટી સંખ્યામાં બોડેલી સહિત આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા બોડેલી ખાતે શરૂ થયેલ રવિવારી હાટ બજારમાં સંખ્યાબંધ દુકાનો જેવીકે કપડાં, શાકભાજી, કઠોળ,બુટ, ચપ્પલ, મસાલા સહિત કટલરી જેવી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ સાથે દુર દુરથી તેમજ સ્થાનિક વેપારીઓ હાટ બજારમાં જોડાયા હતા બોડેલી ખાતે હાટ બજાર શરૂ કરવામાં આવતા વેપારીઓ,ખેડૂતો, ગૃહિણીઓ તેમજ બોડેલીનગરવાસીઓ સહિત તાલુકાના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે (ફોટો વિગત): આજરોજ બોડેલી એપીએમસી ખાતે રવિવારી હાટ બજાર ભરાતા નાના મોટા વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી અર્થે ઉમટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here