નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડાની 25 મી પિલાણ સીઝનનો આજથી પ્રારંભ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

9.5 લાખ ટન શેરડી પિલાણ કરવાનું ચાલુ સિઝન દરમિયાન લક્ષ્યાંક

2027 ની પિલાણ સિઝન દરમિયાન નર્મદા સુગર ફેક્ટરીને દેશની નંબર વન સુગર ફેક્ટરી બનાવવાનો લક્ષ્યાંક — ચેરમેન ઘનશ્યામ પટેલ

ચાલુ પિલાણ સીઝન દરમિયાન નર્મદા સુગર ફેક્ટરી ખાતે પોટાશ ખાતર સહિત ફાર્મા ગ્રેડ ખાંડ બનાવાસે

સુગર ફેક્ટરીમાં નીકળતા વેસ્ટ રાખ માંથી બ્રિક્સ બનાવવાનું કામ અઠવાડિયામાં જ શરૂ કરાશે

નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ના પીલાણ સિઝનનો આજથી સ્વામિનારાયણ સંપ્રદાય BAPS ના સ્વામી યશોનિધિ સ્વામિ મહારાજ ના આશીર્વચન સાથે પ્રારંભ કરવામા આવ્યો હતો, જે પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી ના ચેરમેન ઘનશ્યામભાઈ જીવાભાઇ પટેલ, સુગર ફેક્ટરી ના એમ.ડી. નરેન્દ્રભાઈ પટેલ, સહિત કસ્ટોડિયન કમિટીના સદસ્ય કમલેશભાઈ પટેલ અજયસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં નર્મદા સુગર ફેક્ટરી ના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા સુગર ફેક્ટરી ની 25 મી પિલાણ સિઝન આજથી શરૂ થતા નર્મદા સુગર ફેક્ટરી ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ પીલાણ સિઝન દરમિયાન 9.5 લાખ ટન શેરડી પિલાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. નર્મદા સુગર ફેક્ટરી તેના સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાવી ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે ઇથોનોલ ઉત્પાદન કરવામાં આવે છે, ચાલુ સીઝન દરમિયાન ઈથોનોલ ઉત્પાદનની કેપેસિટી વધારવામાં આવશે, વર્ષ 2024 થી નર્મદા સુગર ફેક્ટરી નો સમગ્ર કામકાજ પેપર લેસ કરાશે, તેઓ એ ગૌરવ સાથે જણાવ્યું હતું કે વર્ષ 2027 ની પિલાણ સિઝન દરમિયાન નર્મદા સુગર ફેક્ટરી દેશમાં આવેલી તમામ સુગર ફેક્ટરીઓમાં નંબર વન નું સ્થાન પ્રાપ્ત કરે એવો લક્ષ્યાંક સુગર ફેક્ટરી ના સંચાલક મંડળ તરફથી રાખવામાં આવ્યો છે, આમ વર્ષ 2027 માં નર્મદા સુગર ફેક્ટરી દેશની નંબર વન સુગર ફેક્ટરી બનતા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન પ્રદાન કરશે.

સુગર ફેક્ટરી ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે નર્મદા સુગર ફેક્ટરી ખાતે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત બનાવવાના સપના ને સાકાર કરવો એ દિશામાં પણ નર્મદા સુગર ફેક્ટરી કદમ તાલ ભરી રહી છે, આ અંતર્ગત સુગર ફેક્ટરી ખાતે જે રાખ વેસ્ટ તરીકે નીકળે છે તેમાંથી બ્રિક્સ બનાવવાનું કામકાજ સુગર ફેક્ટરી ખાતે એક અઠવાડિયામાં શરૂ કરી દેવામા આવસે. બ્રિક્સ બનાવવાનું કામકાજ શરૂ થતા રોજગારીના અવસરો પણ પ્રદાન થશે. આ ઉપરાંત સુગર ફેક્ટરી ખાતે ઇથોનોલ બનાવવામાં આવે છે ઇથોનોલ બનાવતા વેસ્ટ તરીકે જે સેન્ડ વોશ નીકળે છે તેમાંથી પોટાશ ખાતર બનાવવામાં આવશે, દેશમાં પોટાશ ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું નથી પોટાશ ખાતર દેશમાં વિદેશોથી આયાત કરવું પડે છે ત્યારે નર્મદા સુગર ફેક્ટરી પોટાશ ખાતરનો ઉત્પાદન હાથ ધરી વિદેશોમાં જતું દેશનુ હૂંડિયામણ પણ બચાવશે. વડાપ્રધાન મોદીના આત્મ નિર્ભર ભારત બનાવવા ના સ્વપ્ન ને સાકાર કરવા નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી કદમ થી કદમ મિલાવી કામગિરી કરી રહી છે.

નર્મદા સુગર ફેક્ટરી ઓર્ગેનિક ખાંડ નું ઉત્પાદન કરી તેની નિકાસ વિદેશો મા કરી કરી વિદેશી હૂંડિયામણ દેશમાં લાવવા નું કામ કરી રહી છે, આ વર્ષે નર્મદા સુગર ફેક્ટરી ખાતે ફાર્મા ગ્રેડ ખાંડ બનાવવામાં આવશે અને આ ફાર્મા ગ્રેડ ખાંડ આસપાસની ફેક્ટરીઓ માં સપ્લાય કરવામાં આવશે.

આમ આજથી આધુનિક ટેકનોલોજી ધરાવતી નર્મદા સુગર ફેક્ટરી ના પિલાણ સિઝન નું પ્રારંભ થતાં ખેડૂતો સહિત સભાસદો માં આનંદ ની લાગણી ફેલાયેલી જોવા મળી હતી,આ બાબતે ઍક ખેડુતે ચર્ચા વિમર્શ કરતા જણાવ્યુ હતુ કે નર્મદા સુગર ફેક્ટરી નું નિર્માણ થતાં અમારે અમારા આ શેરડીના પાકને વેચવા માટે આમતેમ વેપારીઓ પાસે ફરવું પડતું નથી સુગર ફેક્ટરી ના મજૂરો જાતે જ ખેતર માથી શેરડી કાપી લઈ જાય છે, અમને બિયારણ પણ પુરા પાડવામાં આવે છે ખાતર પણ જોઈએ તો મળી રહે છે અને જ્યારે જ્યારે નાણાંની પણ જરૂર પડે ત્યારે અમને નાણા પણ મળી રહે છે તેમજ પોષણશમ ભાવ પણ મળી રહે છે, જેથી અમારા આર્થિક વિકાસમા નર્મદા સુગર ફેક્ટરીએ એક મહત્વનો ભાગ ભજવ્યો હોવાનુ ખેડુતે જણાવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here