સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-
સરકારી પંચ તરીકે મહિલા શિક્ષકો ની બાદબાકી કરવામાં આવે ની મામલતદારને આવેદનપત્ર દ્વારા રજૂઆત
આજરોજ સાગબારા તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અધિકારી શૈલેષ નીઝમાં સાહેબની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. સાથે સાથે એ બાબતનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કે સરકારી પંચ તરીકે કોઈ એક જ ગ્રુપના શિક્ષકોને વારંવાર લેવાને બદલે રોટેશન મુજબ તમામ ગ્રુપના શિક્ષકોને સામેલ કરવામાં આવે તથા આ કામગીરીમાંથી મહિલા શિક્ષિકાઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. આ તકે જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા, તાલુકા અધ્યક્ષ વિક્રમભાઈ વસાવા, જિલ્લા ઉપાધ્યક્ષ વિપુલભાઈ, મહામંત્રી અવિનાશભાઈ વળવી, આંતરિક ઓડિટર ફતેસિંહભાઈ વસાવા, મંત્રી અયુબ્બભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.